મુંબઈ બાદ બેંગ્લુરૂમાં દુર્ઘટના : રેસ્ટોરેન્ટમાં આગથી પાંચ ભડથું

બેંગ્લુરુ : મુંબઈમાં આગ લાગવાની ઘટના બાદ હવે IT સિટિ બેંગ્લુરુમાં એક ઘટના બની છે. સોમવારે સવારે શાકભાજી માર્કેટ વિસ્તારમાં એક બારમાં આગ લગાવાના કારણે ૫ લોકો ભડથું થઈ ગયા હતા. પોલીસનું કહેવું છે કે આગ લાગવાના કારણોની હજુ સુધી જાણ થઈ નથી. શાકભાજી માર્કેટ વિસ્તારની કુમ્બારા એસોસિએશન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફલોર પર આવેલા કૈલાશ બાર અને રેસ્ટોરાંમાં સવારે અચાનક આગ ભડકી હતી. આ આગમાં અંદર સૂત રેસ્ટોરાંના લોકોના મોત થઈ ગયા છે.
મૃતકોની ઓળખ તુમકુરના રહેવાસી સ્વામી (૨૩), પ્રસાદ (૨૦) અને મહેશ (૩૫)ના  રુપમાં થઈ છે. આ સિવાય હસનના રહેવાસી ૪૫ વર્ષીય મંજૂનાથ અને માંડ્‌યા કિર્તિનું પણ આગળમાં બળી જવાથી મોત થયું છે. પોલીસના જણાવ્યા મુજબ કેટલાક લોકોએ મધ્યરાત્રી ૨-૩૦ વાગ્યે રેસ્ટોરાંમાંથી ધૂમાડો નીકળતો જોયો હતો. પ્રત્યક્ષદર્શીઓની સૂચના પર ફાયર બ્રિગેડે તાત્કાલિક બચાવ કાર્ય શરુ કર્યું. આગ પર કાબૂ મેળવી લેવાયો છે. પોલીસનું કહેવું છે કે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, તેની તપાસ કરવામાં આવશે. નોંધનીય છે કે હાલમાં જ મુંબઈમાં આગની ઘટના બની હતી જેમાં ૧૫ લોકોનાં મોત થયા હતા, જેમાં ૪ લોકો જીવતા સળગી ગયા હતા