મુંબઈમાં ‘મેહ’ મહેર : દ.ગુજરાતમાં દે ધનાધન

મહાનગરમાં મોડી રાતથી મુશળધાર વરસાદ, નિચાણ વાળા વિસ્તારમાં ભરાયા પાણી, લોકલ ટ્રેન ૧૫થી ૨૦ મિનિટ લેટ : જનજીવન પ્રભાવિત : લોકોના હાલ બેહાલ : રોડ-રેલ-હવાઈ સેવાઓ પર પડી અસર : ભીલાડ-સંજાણ વચ્ચે ટ્રેક તળેથી માટી ધસી પડતા ગુજરાત-મુંબઈ વચ્ચેની રેલસેવાઓ બાધિત : મુંબઇમાં વરસાદની સાથે સંબંધિત બનાવોમાં બે લોકોના થયા મોત

 

ઉમરગામ પાણી-પાણી : રાજયનો સૌથી વધુ વરસાદ નોંધાયો : છેલ્લા ર૪ કલાકમાં ૮ ઈંચ વરસાદ પડયો

 

મુંબઇની શાળા-કોલેજોમાં રજા જાહેર
મુંબઇ : મુંબઇમાં ભારે વરસાદ છેલ્લા ર૪ કલાકમાં શાંતાક્રુઝમાં ૯ ઇંચ વરસાદ નોંધાયો છે સવારે પ.૩૦ સુધીમાં કોલાબામાં ૯૦ મી.મી., શાંતાક્રુઝમાં ૧૯પ મી.મી.,
મલાડ વેસ્ટમાં ૧૧૦ મી.મી. વરસાદ નોંધાયો છેઃ વરસાદને જોતા શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. હજુ વરસાદ ચાલુ છે.

 

ગુજરાતમાં મેઘરાજાની જમાવટ
આગામી ૪૮ કલાકમાં વધુ ભારે વરસાદની આગાહી
ગાંધીનગર : મુંબઈની સાથોસાથ જ દક્ષીણ ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા પામી ગઈ છે. દક્ષીણ ગુજરાતમાં આગામી ૪૮ કલાકમાં હજુય ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામા આવી છીે. સૌરાષ્ટ્રમાં અમેરલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવ સહીતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરાઈ છે. તો વળી ભરૂચ, વલસાડ, સુરત, તાપી, ડાંગ સહિતના ક્ષેત્રોમાં વરસાદ મનમુકીને વરસી રહ્યો છે. સાપુતારા જેવા વિસ્તારોમાં વરસાદ પડયો હેાવાથી વાતાવહરણ હાહલાદક બન્યુ છે અને પ્રવાસીઓ ગેલમાં આવી ગયા છે.

 

 

મુંબઈ : મુંબઈમાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે શહેરન નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. મુંબઈના કોલબામાં આશરે ચાર ઈંચ, સાંતાક્રુઝમાં આઠ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરના દાદર, અંધેરી, સાયન, બાંદ્રા, હિંદમાતા અને ચેમ્બુર સહિતના વિસ્તારમાં પાણી ભારાયા છે. તો બીજીતરફ દક્ષીણ ગુજરાતમાં પણ ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસવા પામી ગયો છે. ખાસ કરીને વલસાડ, ભરૂચ, સુરત, તાપી સહિતના વિસ્તારોમાં વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. વલસાડના ઉમરગામમાં પાછલા ર૪ કલાકમાં આઠ ઈંચ વરસાદ પડયો છે તો વળી અહીના નારગોલમાં તળાવ ફાટયું હોવાથી શહેરોમાં પાણી પાણીની સ્થિતી સર્જાવવા પામી ગઈ છે. વાત કરી દેશની આર્થિક પાટનગરી મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેન ૧૫થી ૨૦ મિનિટ લેટ ચાલી રહી છે. બ્રાંદ્રા સ્ટેશન પર સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે લોકલ ટ્રેન અટવાઈ છે. પાણી ભરાવવાના કારણે સાયન રેલવે સ્ટેશન નદીમાં ફેરવાયું હતું. ભારે વરસાદના કારણ એમજી રોડ પર વૃક્ષ ધરાશાયી થયું હતું. જેથી બે લોકોના મોત થયા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસુ દેશમાં આગળ વધી રહ્યું છે. વરસાદના કારણે ઉત્તર ભારતના લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ૨૭ જૂનથી દેશમાં વિધિવત રીતે ચોમાસુ બેસી જવાનું છે.મુંબઈના ચેમ્બુરમાં પણ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પોસ્ટલ કોલોનીમાં પાણી ભરવાના કારણે વાહન વ્યવ્હારને માઠી અસર પડી છે.તો આ તરફ હિંદમાતા વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાના કારણે સ્થાનિક લોકની મુશ્કેલીમાં વધારો થયો છે.
દાદરમાં પણ વરસાદના કારણ જનજીવન પર અસર પડી છે. રાત્રી દરમ્યાન પડેલા વરસાદન કારણે લોકોને ઘરમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણી રસ્તા પર ભારવાના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે.બાંદ્રામાં પડેલા વરસાદના કારણે લોકલ ટ્રેન સેવાને માઠી અસર પડી છે. રેવલે સ્ટેશન પર સર્જાયેલી ટેક્નિકલ ખામીના કારણે મુંબઈમાં લોકલ ટ્રેન પાંચથી સાત મિનિટ સુધી મોડી ચાલી રહી છે.