મુંબઈમાં બિલ્ડીંગ જમીનદોસ્તઃ ૧૧ના મોત : ૩૦ ઘાયલ

ફાયર બ્રીગેડની ૧ર ગાડીઓ ઘટના સ્થળે : મૃતાંક વધવાની દહેશત : એનડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે  પહોંચી

 

મુંબઈ : દક્ષિણ મુંબઈમાં ડોંગરીના જેજે ફલાયઓવરની પાસે પાંચ માળનું બિલ્ડિંગ ધરાશાયી થયું છે. આ ઘટના સવારે અંદાજે ૮.૩૦ વાગ્યે બની હતી, ભિંડી બજારની પાસે પાંચ માળનું મકાન જમીનદોસ્ત થયું હતું. જાણવા મળ્યા મુજબ આ મકાન
પહેલેથી જર્જરીત સ્થિતીમાં હતું. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ પાંચવાળા બિલ્ડીંગના નામે ઓળખાતું હતું. ફાયર બ્રિગેડની ૧૨ ગાડીઓ ઘટનાસ્થળ પર
પહોંચી ગઈ છે.  પ્રાથમિક અહેવાલો પ્રમાણે ૧૧ લોકોના મોત થયા છે, તેમજ ૩૦ લોકો ગંભીરરૂપે ઘાયલ થયા છે અને ૩૦-૩૫ લોકો મકાન નીચે દબાયા હોવાની આશંકા છે.
એનડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સાથે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને હોસ્પિટલ લઈ જઈ રહી છે. સ્થાનિક લોકો પણ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા છે. મીડિયા રીપોર્ટ અનુસાર આ બિલ્ડીંગ આશરે ૫૦ વર્ષ જૂની છે. અને તેમાં ૧૦-૧૨  પરિવારો રહે છે.