મુંબઈમાં કચ્છી તબીબને રૂા. ૪પ હજારનો દંડ

મુંબઈ : મુંબઈના મીની કચ્છ કહેવાતા મુલુંડમાં આંખના સર્જન તરીકે પ્રેકટીસ કરતા મુળ કચ્છના ડો. આશ્લેસ ગાલાને આંખની શસ્ત્રક્રિયા યોગ્ય રીતે ન કરવા બદલ ગ્રાહક આયોગે રૂા.૪પ,૦૦૦ દંડ કર્યો હતો. મહારાષ્ટ્ર ગ્રાહક ફરિયાદ નિવારણ આયોગે આ આદેશ કર્યો છે, આમ છતાં ફરિયાદ કરનાર દર્દી ગોપાલ જોશી સંતુષ્ટ ન હોવાથી કેસને રાષ્ટ્રીય આયોગ પાસે લઈ જવા માંગે છે. તેમનો આરોપ હતો કે મોતીયાના ઓપરેશન પહેલા કેટલાક અનિવાર્ય ટેસ્ટ કરાવવાતા હોય છે, જે ડો. ગાલાએ કર્યા ન હતા. તેમની આ બેદરકારીને લીધે કોર્નિઓ ફાટી જતા દર્દીની એક આંખ જતી રહી છે.