મુંબઈમાં એ પ્લેનમાં હતા વિસ્ફોટકો?

મુંબઈ : શું પ્લેનમાં રહેલા વિસ્ફોટકોને કારણે ૨૮ જૂને એક અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગની સાઇટ પર ઘાટકોપરમાં પ્લેન તૂટી પડ્‌યું હતું? ઘટનાસ્થળેથી એકઠા કરવામાં આવેલાં કાટમાળનાં સૅમ્પલોની ચકાસણી હાલમાં કાલિનાની સ્ટેટ ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં થઈ રહી છે અને બુધવારે ઘાટકોપર પોલીસે એમાં વિસ્ફોટકોના અવશેષો છે કે નહીં એ તપાસવા માટે જણાવ્યું છે.આ વિશે જાણકારી આપતાં જ્લ્ન્ના ઍક્ટિંગ ડિરેક્ટર કે. વાય. કુલકર્ણીએ કહ્યું હતું કે ‘અમને પ્લેનમાં થયેલા વિસ્ફોટનાં કારણો શોધી કાઢવા માટે જણાવવામાં આવ્યું છે. ક્રૅશ સાઇટ પરથી અમને સીલબંધ કરેલાં સૅમ્પલો આપવામાં આવ્યાં છે અને અમારી તપાસ શરૂ થઈ ચૂકી છે. અમારા જનરલ ઍનૅલિટિકલ ડિપાર્ટમેન્ટના સાયન્ટિસ્ટો કાટમાળમાં કેવા પ્રકારનાં ફ્યુઅલ મળી આવ્યાં હતાં એની તપાસ કરી રહ્યા છે. આ કાટમાળમાં કોઈ વિસ્ફોટકો પણ છે કે નહીં એની પણ તપાસ કરવામાં આશ્વવી રહી છે. પોલીસને એ જાણવામાં રસ છે કે પ્લેનમાં એવિયેશન ફ્યુઅલ સિવાય જલદી સળગી ઊઠે એવું બીજું કોઈ મટીરિયલ કે વિસ્ફોટક મટીરિયલ હતું કે નહીં જેના કારણે આગ લાગી અને ક્રૅશ થયો.’આ મુદ્દે હ્લજીન્નાં ભૂતપૂર્વ ડિરેક્ટર રુક્મિણી કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું કે ‘પોલીસ આ કેસમાં તમામ ઍન્ગલથી તપાસ કરવા માગે છે. ૨૦૦૧માં ન્યુ યૉર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલાની જેમ આતંકવાદીઓ નાના પ્લેનનો ઉપયોગ કરીને પણ આ પ્રકારે હુમલા કરી શકે એવી આશંકા પણ છે. પોતાની જાતે સળગી ઊઠે એવા નાના વિસ્ફોટકો એકાએક આગ લગાવી શકે અને એનાથી ક્રૅશ થાય તો એને ક્રૅશનું પણ નામ આપી શકાય. એથી ઊંડાણપૂર્વક ફૉરેન્સિક ઍનૅલિસિસ કરવામાં આવે તો આ પ્રકારની શક્યતાની ચકાસણી થઈ શકે.’આ મુદ્દે ઈસ્ટ રીજનનાં ઍડિશનલ પોલીસ-કમિશનર લક્ષ્મી ગૌતમે કહ્યું હતું કે ‘આ પ્લેન-ક્રૅશ થવાના તમામ સંભવિત કારણો અમે શોધી રહ્યાં છીએ. અમે ઍરક્રાફ્‌ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના રિપોર્ટની પણ રાહ જોઈ રહ્યા છીએ. પ્લેનના ક્રેશ-લૅન્ડિંગનાં કારણો અમને એમાંથી જાણવા મળશે.’ઘાટકોપરમાં જે દિવસે પ્લેન-ક્રૅશ થયો એ દિવસે ભારે વરસાદ વરસી રહ્યો હતો. વળી આ કેસમાં તપાસ કરવા માટેની ટીમો પહોંચે એ પહેલાં સ્થાનિક પોલીસ, સ્થાનિક લોકો, નેતાઓ અને ફાયર-બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એથી તેમના પગ તળે તમામ પુરાવા નાશ પામ્યા હતા અથવા વરસાદના પાણીમાં વહી ગયા હતા. કાટમાળમાં પણ જો વિસ્ફોટકોના અવશેષ હોય તો એ પણ પાણીની સાથે ધોવાઈ ગયા હતા. પ્લેન બિલ્ડિંગના પિલર સાથે ટકરાઈને નીચે પડ્‌યું હતું કે નહીં એ પુરાવા પણ મળતા નથી. પ્લેનનો રંગ કોઈ જગ્યાએ દેખાતો નથી. લોહીના ડાઘ પણ દેખાતા નથી.