મુંબઈમાં આશાસ્પદ કચ્છી યુવાનનું ડેન્ગ્યુથી મોત

મુંબઈ :  મુંબઈમાં ડેન્ગ્યુથી મૃત્યુ પામવાના બનાવો રોજિંદા થઈ ગયા છે. સાઉથ મુંબઈના ખેતવાડીમાં રહેતો ર૪ વર્ષનો કચ્છી યુવાન વિજય (બબલુ) પોલડિયા ડેન્ગ્યુની બિમારીમાં દસ જ દિવસમાં  મૃત્યુ પામ્યો હતો. વિજય કમ્પ્યુટર એન્જિનિયર બન્યા બાદ તેના પપ્પાનું પાર્લર સંભાળતો હતો.આ બનાવની માહિતી આપતાં યુવાનના પિતા કિશોર પોલડિયાએ જણાવ્યું હતું કે કે વિજય ચેમ્બુરની શાહ એન્ડ એન્કર એન્જિનિયરિંગ કોલેજમાંથી કોમ્પ્યુટર એન્જિનિયર બન્યો હતો. ત્યાર પછી મેડ અબાઉટ હેર નામના મારા પાર્લરમાંથી મને નિવૃત કરીને વિજયે પાર્લર ચલાવવાની જવાબદારી લીધી હતી. શનિવારે ર૩ સપ્ટેમ્બરે અચાનક તેને તાવ આવવાની શરૂઆત થઈ હતી. થોડા દિવસ તાવમાં ચડાવ-ઉતાર પછી તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં તેને ડેન્ગ્યુ હોવાનું અમને જાણ થઈ હતી. એને લીધે તેને બુધવારે ર૭ સપ્ટેમ્બરે મુંબઈ સેન્ટ્રલની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જયાં સારવાર દરમ્યાન તેનાં કિડની અને લિવર પર અસર થતાં સોમવાર બીજી ઓકટોબરે રાતે અગિયાર વાગ્યે તેનું મૃત્યુ થયું હતું.