મુંબઈના મનખુર્દ વિસ્તારમાં ભિષણ આગ

મુંબઈ : ર્બનિંગ સિટી બનેલા મુંબઈમાં મનખુર્દ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ભિષણ આગ લાગી છે. આગ લાગવાના કારણે ૨૦ ફાયર ફાયટરની ગાડીઓને ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી.આગ વધુ ફેલાવવાના કારણે પરિસ્થિતિ કાબૂ બહાર જતા ફાયર ફાયટરની વધુ ગાડી બોલાવવામાં આવી હતી. આગના કારણે મનખુર્દ વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.આ આગ ક્યાં કારણે લાગી તે અંગે કોઈ માહિતી મળી નથી. ફાયરની ટીમ આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી રહી છે.