મુંબઈના બે શખ્સોએ કચ્છીઓના કરોડો રૂપિયાનું ફેરવ્યું ફુલેકું

0
image description

ભુજ : શેર બજારમાં રોકાણના નામે પાંચ ટકા વ્યાજ ચુકવવાના વાયદા સાથે મુંબઈના બે શખ્સોએ કચ્છીઓના કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી નાખ્યું છે. મળતી માહિતી મુજબ સાત વર્ષ અગાઉ ર૦-રના કચ્છી મૂળનાએ ભાગીદારો કેલ્વિન કેનિય અને ચેતન દંડ નામના બે શખ્સોએ શેર બજારમાં નાણાં રોકવા પાંચ ટકા જેટલું તગડું માસીક વળતર આપવાની લાલચાવી કચ્છીઓના રૂા. ત્રણ કરોડ સરકાવી લીધા હતા. અને અનેક ધીરદારો પાસેથી છુટક છુટક લાખો રૂપિયા લીધા હતા. અંદાજ મુજબ કુલ આંક ૧૦૦ કરોડથી ઉપર જવાની શકયતા સામે આવી છે.
આ લોકોને પૈસા આપવા માટે કંઈ લોકોએ એફડી તોડાવી પ ટકાની લાલચે રૂપિયા ઈનવેસ્ટ કર્યા છે. હાલ તેમાંથી ચેતન દંડની કોઈ માહિતી નથી. જયારે કેલ્વિનનું નિધન થયું છે. આ રૂપિયા પરત મળે તેવી આશા હવે ઈનવેસ્ટ કરી રહ્યા છે. રોકાણકારોમાં મોટાભાગના સિનિયર સિટીજન છે કે જેમણે પોતાની મહેનતના રૂપિયાનું રોકાણ કર્યું છે. આવા કેટલાક લોકોએ કચ્છીઓને બાટલીમાં ઉતારી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી ચુકયા છે.
આ બાબતે મહેન્દ્ર શાહે વિગતો આપતા જણાવેલ કે, આ બન્ને જણાઓ પાકિસ્તાનમાં પૈસા અટાવાયા હોવાનું રંટણ કરતા હોય છે તેની પણ તપાસ થાય તેવી માંગ પણ તેમણે કરી હતી.