મુંબઈના કચ્છીઓને તારાચંદ છેડાનો ટોણો : મારા માટે હવે આંદોલન કરવાનું શું મતલબ?

ભુજ : કચ્છના માંડવી-મુન્દ્રામાં કચ્છી જૈન અગ્રણી અને બીજેપીના વિધાનસભા તારાચંદ છેડાને બીજેપીમાંથી ટીકીટ ન મળતા તેમના મુંબઈના અને કચ્છના ચાહકોમાં નારાજગી ફેલાઈ છે. આ ચાહકોએ તારાચંદ છેડાને બીજેપીની ટીકીટ નહીં મળે તો માંડવી-મુન્દ્રામાં કમળનું ફુલ નહીં ખીલે એવો નિર્દેશ આપતા મેસેજ સોશ્યલ મીડિયા પર વાઈરલ કર્યા છે. આ મેસેજમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તારાચંદ છેડાને ટીકીટ મળવી જ જાઈએ. આ માંગણી સાથે મુંબઈમાં ગઈકાલથી ચળવળ પણ શરૂ થઈ ગઈ છે.
શ્રી કચ્છી વીસા જૈન ઓસવાળ સમાજના અધ્યક્ષ તારાચંદ છેડા ૧૯૯૦થી ૧૯૯પ સુધી અબડાસા જિલ્લાના વિધાનસભ્ય રહી ચુકયા છે. અત્યારે તેઓ માંડવી-મુન્દ્રા વિધાનસભ્ય છે. ર૦૧૪થી ર૦૧૬ સુધી તેઓ નમક કુટીર ઉદ્યોગ અને ગૌસંવર્ધન વિભાગના ગુજરાતના રાજ્યકક્ષાના પ્રધાન રહી ચુકયા છે. મુંબઈમાં એક ફંકશન માટે ગઈકાલે સાંતાક્રુઝ એરપોર્ટ પરથી તારાચંદ છેડાએ પોતાની ટીકીટ માટે આંદોલનની ભાષાનો ઉપયોગ કરી રહેલા તેમના મુંબઈના ચાહકોને ટોણો મારતા કહ્યું હતું કે, આ ચાહકોને મારા માટે આટલી બધી ચાહના હતી તો તેમણે એક મહિના પહેલા જ કચ્છમાં આવીને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મુલાકાત કરીને મારૂં નામ સુચવવાની જરૂર હતી. આ સિવાય આ ચાહકોએ ગુજરાતની ચૂંટણી જાહેર થઈ કે તરત જ તેમણે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી મારા નામનો અવાજ પહોંચાડવાની જરૂર હતી. બીજેપીએ માંડવી-મુન્દ્રામાંથી વીરેન્દ્રસિંહ બી. જાડેજાને ટીકીટ આપવાની જાહેરાત કરી હતી. જેના કચ્છ અને મુંબઈના કચ્છી સમાજમાં અને તારાચંદ છેડાના ચાહકોમાં જબરા પ્રત્યાઘાત પડયા હતા. એના પરીણામે તારાચંદ છેડાના ચાહકોએ સોશ્યલ મીડિયા પર એક મેસેજ વાઈરલ કર્યો હતો. જેમાં ચાહકોએ કહ્યું હતું કે, માંડવી-મુન્દ્રામાં બીજેપીએ જબરદસ્ત મોટો ભૂકંપનો ઝટકો આપ્યો છે. બીજેપીએ બહુ મોટી ભુલ કરી છે. હુકમના એક્કા એવા તારાચંદ છેડાને ટીકીટ નહીં આપવાથી પ્રજાજનોમાં નારાજગી પ્રવર્તી છે. સો ટકા જીતી શકે એવા ઉમેદવારને ટીકીટ નહીં આપવાથી બીજેપીને પસ્તાવવાનો વારો આવશે. માંડવીની સીટ પર કમળ નહીં ખીલી ઉઠે. આ મેસેજ નરેન્દ્ર મોદીને અને અમીત શાહ સુધી પહોંચાડશો. મુંબઈમાં આ મુદ્દા પર ચળવળ શરૂ થઈ ગઈ છે. મુંબઈના સમાજમાં ખુબ જ નારાજગી ફેલાઈ છે. તારાચંદભાઈને કોઈ પણ રીતે આ સીટ આપવાની જ રહેશે. રાજકારણના આ મહાન યોદ્ધાને કદાપી ન છોડાય. કચ્છની ધરતીના સિંહ જેવા સપુતને જ ટીકીટ મળવી જાઈએ. તારાચંદ છેડાએ કચ્છમાં તેમની સંપૂર્ણ જિંદગી રાજકારણ અને સામાજીક સેવામાં વીતાવી છે. જીવદયાપ્રેમી, નિઃસ્વાર્થપણે પોતાની ફરજ બજાવનાર શÂક્તમાન એકમાત્ર વીરપુરૂષ કચ્છી જૈન, કચ્છના ગૌરવ સમાન, બધાના હૃદયમાં સ્થાન પામનારા તારાચંદ છેડાને ટીકીટ મળવી જ જાઈએ. આ મેસેજ જલદીથી જલદી ફોરવર્ડ કરજા જેથી નરેન્દ્ર મોદી અને અમીત શાહને પહોંચે. ઉઠો, જાગો અને અન્યને જગાડો. પ્રજાજનો શું નથી કરી શકતા? સૌ સાથે મળીને દિલ્હી સુધી મેસેજ મોકલો અને કચ્છીઓની તાકાત બતાવો. સબ કા સાથ સબ કા વિકાસ. એકતા ઝિંદાબાદ, ભારત માતા કી જય.. જય જય ગરવી ગુજરાત. જય કચ્છ.
પોતાની ટીકીટ માટે ખુલ્લા હૃદયે વાતચીત કરતા તારાચંદ છેડાએ કહ્યું હતું કે, પહેલા તો મેં ટીકીટ માટે ફોર્મ ભર્યું નહોતું. મેં ટીકીટની માંગણી કરી નહોતી એટલું જ નહીં મેં મારો બાયોડેટા પણ પાર્ટીને મોકલાવ્યો નહોતો. આમ છતા મેં એક મેસેજ જરૂર મોકલ્યો હતો કે જો પાર્ટી આદેશ આપશે તો હું ચોક્કસ માંડવી – મુન્દ્રામાં બીજેપીની ટીકીટ પર ચૂંટણી લડીશ નહીંતર પાર્ટી જેને પણ ટીકીટ આપશે એ ઉમેદવાર, એ વ્યક્તિ માટે હું દિલજાનથી પ્રચારકાર્ય કરીશ. હું મારા વિધાનસભા ક્ષેત્રમાં ૧૯૯૦થી ૧૯૯પ અને ર૦૧રની સાલથી ર૦૧૭ સુધી વિધાનસભ્ય રહ્યો છું. આ સિવાય મારા ક્ષેત્રમાં પાર્ટીના અધ્યક્ષ તરીકે પણ મેં સેવા આપી છે. હું બે વાર તાલુકા પંચાયતમાં અને બે વાર જિલ્લા પંચાયતમાં જીતી ચુકયો છું.
આમ છતાં પાર્ટીએ આ વખતે મારા ક્ષેત્રમાંથી વીરેન્દ્રસિંહ બી. જાડેજાને ટીકીટ આપવાની જાહેરાત કરી છે એમ જણાવતા તારાચંદ છેડાએ કહ્યું હતું કે, પાર્ટીનો આદેશ મને શીરોમાન્ય છે. પાર્ટીએ કદાચ પરિવર્તનરૂપે વીરેન્દ્રસિંહને ટીકીટ આપવાનો નિર્ણય કર્યો છે તો મારા માટે કમળનું ફુલ મહત્વનું છે. જે મારા ક્ષેત્રમાં ખીલે એના માટે  કોઈ પણ પ્રકારનો સમય બગાડયા વગર જ કાર્ય શરૂ કરી દીધું છે. હું વીરેન્દ્રસિંહની સાથે ફોર્મ ભરવા પણ ગયો હતો. અમારી સાથે બીજા રપ૦૦ કાર્યકરો પણ જાડાયા હતા. ત્યાર બાદ વીરેન્દ્રસિંહની ચૂંટણી – ઓફિસનું ગઈકાલે સવારે મારા હસ્તે જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મેં દરેક સમયે મારા મતદારોને વ્યક્તિ કરતા કમળના ફુલને મહત્વ આપવાની અપીલ કરી છે.