મુંબઇમાં રિક્ષામાં મહિલાની છેડતી રિક્ષાચાલકની ધરપકડ

(જી.એન.એસ)મુંબઇ,અંધેરીમાં ચાલતી રિક્ષામાં મહિલાનો વિનયભંગ કરવા પ્રકરણે પોલીસે રિક્ષાચાલક સહિત બે જણની ધરપકડ કરી હતી. એક આરોપી વિરુદ્ધ સમતાનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સિસ એક્ટ) હેઠળ ગુનો દાખલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.અંધેરી પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં રિક્ષાચાલક સૂરજકુમાર રાજભર અને તેના મિત્ર અનિકેત જૈસ્વાલનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી મહિલાએ ૭ માર્ચ, ૨૦૨૧ના રોજ મલાડ જવા માટે અંધેરી પૂર્વમાં ગુંદવલી સર્વિસ રોડ પરથી રિક્ષા પકડી હતી. રિક્ષાચાલકનો મિત્ર પણ રિક્ષામાં પાછળ બેઠો હતો અને તેણે ચાલતી રિક્ષામાં મહિલાનો વિનયભંગ કર્યો હતો. મહિલાએ રિક્ષા થોભાવવાનું કહ્યું હતું, પણ ચાલકે રિક્ષા ન થોભાવતાં મહિલા ચાલતી રિક્ષામાંથી બહાર કૂદી પડતાં તેના માથામાં અને હાથમાં ઇજા પહોંચી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.આ ઘટના બાદ મહિલાએ અંધેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન મહિલાએ આપેલા વર્ણન પરથી આરોપીના સ્કેચ તૈયા કરાયા હતા અન તેને આધારે આરોપીની શોધ ચલાવાઇ હતી.