મુંદરા શહેર ભાજપ પ્રમુખની વરણી કેમ ટલ્લે ? આંતરીક રાજકીય હલચલ તેજ : અટકળો શરૂ

પ્રથમ જ વખત નગરપાલિકાની રચના થતા શહેર સુકાની માટે ઠેર-ઠેરથી લોબીંગ કરાયું તેજ : જ્ઞાતિવાદ સમીકરણ, વિધાનસભાની આગામી ચુંટણી, રાજકીય આગેવાનની રજુઆત સહિતના મુદાઓ ધરાયા આગળ

લોહાણા, પાટીદાર-બ્રાહ્મણ સહિતના સમુદાયના મુરતીયાઓ વચ્ચે જામી છે તીવ્ર સ્પર્ધા : કોની લાગશે લોટરી : ટુંકમાં જ સત્તાવાર જાહેરાતની વકી :જીલ્લા કક્ષાએ રણનીતીકારો દ્વારા સમીક્ષાઓનો હાથ ધરાયો દોર

જો કે ગાંધીધામમાં લોહાણા સમાજમાંથી પ્રમુખ બનતા મુન્દ્રામાં કોયડો વધુ ગુંચવાયો

મુન્દ્રા : કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં જ વિવિધ મંડળ અને મોરચાઓની સર્વાનુમત્તે વરણીઓ કરવામાં આવી અને તેની વિધીવત જાહેરાત પણ કરી દેવામા આવી છે પરંતુ પ્રથમ જ વખત અસ્તિત્વમાં આવેલી મુંદરા નગરપાલીકા વિસ્તાર અવા શહેરમાં પ્રમુખની વરણી બાકી રહેતા અહી કેમ નિયુકિત ટલ્લે ચડી ગઈ છે તેવી ચર્ચાઓ શરૂ થવાની સાથે જ અલગ અલગ અનુમાનો અને અટકળો પણ તેજ બની ગઈ હેાવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. જો કે, બીજીતરફ પ્રાપ્ત માહીતી અનુસાર જિલ્લા ભાજપના રણનીતીકારો દ્વારા મુૃદરા શહેર ભાજપના સુકાનીને લઈને સમીક્ષાત્મક કવાયત-બેઠકો આંતરીક રીતે શરૂ કરી દીધી છે. આ મામલે રાજકીય ગલીયારોમાં થતી ચર્ચાઓની વાત કરીએ તો ૨૦૨૨માં વિધાનસભાની ચુંટણી આવતી હોઈ તમામ પક્ષો પોત પોતાના ચોગઠા ગોઠવી રહ્યા છે નવાઈ ની વાત તો એ છે કે, ગુજરાતમાં ત્રીજો પરિબળ કદી આવ્યો નથી તો પણ આપ – એન.સી.પી.ની એન્ટ્રી થવા જઈ રહી છે.ત્યારે કચ્છ જિલ્લા ભાજપના યુવા સુકાનીયોના નિમણુંક થઈ ગઈ છે પણ મુન્દ્રા શહેર ભાજપના શહેર પ્રમુખની નિમણુંક ટલ્લે કેમ ચઢી છે તે સમજાતું નથી સુત્રો જણાવે છે કે, હાલ મુન્દ્રા શહેર પ્રમુખ તરીકે પ્રણવ જોશી હોવાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આવનારા પ્રમુખ બ્રાહ્મણ નહિ હોય ત્યારે હવે શહેર પ્રમુખ પદ માટે લોહાણા સમાજ હોટ ફેવરેટ ઘણાય છે જેમાં શીપીંગ વ્યવસાય સાથે સંકળાયેલા મનોજભાઈ કોટક અને પટેલ સમાજ માંથી અરવિંદ પટેલના નામો ચર્ચાય છે પરંતુ સુત્રો માંથી મળતી વિગતો પ્રમાણે લોહાણા સમાજનું હાથ ઉપર રહે તેવી શક્યતા દેખાઈ રહી છે.આ બાબતે ટુંક સમયમાંજ પડદો ઉચકાશે અને શહેર પ્રમુખ જાહેર થશે તેવુ રાજકીય રીતે માનવામં આવી રહ્યુ છે.