મુંદરા મોબાઈલ પૂર્જા-કાંડના સુત્રધારનું અચાનક મોત

મયુર મહેતા નામના શખ્સને ડીઆરઆઈએ ઝડપી લીધા બાદ કોર્ટમાં રજુ કરાયા પછી તેને રખાયો હતો પાલારા જેલમાં

 

કિડનીની બીમારી સબબ કાચા કામના કેદીને અમદાવાદ સિવિલમાં દાખલ કરાયો હતો : પોલીસે આદરી તપાસ

ભુજ : મુંદરામાં તાજેતરમાંથી મોબાઈલ અસેસરિઝના ડયુટીચોરીના કૌભાંડમાં ઝડપાયેલો મુંબઈનો મુખ્ય સુત્રધાર એવો મયુર મહેતા ગત રોજ અમદાવાદ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજયુ હોવાના અહેવાલો બહાર આવવા પામી રહ્યા છે. મોબાઈલ એસેસરીઝના કરોડોના ડયુટીચોરી પ્રકરણમાં તેને ડીઆરઆઈ દ્વારા કોર્ટમાં પેશ કરવા આવ્યો હતો અને તે પછી તેને પાલારા જેલમાં કસ્ટડી તળે મુકવામા આવ્યો હતો. મુંબઈથી જ તેને મુંદરાના એક સ્થાનિકના શખ્સને આગળ ધરી અને કન્સાઈન્ટમેન્ટ પાર પાડયા હોવાનુ ખુલ્યુ હતુ તથા તેની પાસે સીએચએનું લાયસન્સ પણ મહારાષ્ટ્ર પુરતુ જ સીમીત હતુ અને તેણે કચ્છમાં પણ તે જ લાયસન્સના આધારે મીસડીકલેરેશન કૌભાંડને અંજામ આપ્યાનુ ખુલ્યુ હતુ.
દરમ્યાન જ આ બાબતે પોલીસ ચોપડેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર શહેરની ભાગોળે આવેલ પાલારા જેલના કેદીનું સારવાર દરમ્યાન અમદાવાદ સિવિલમાં નિધન થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભુજ પાલારા જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા મયુરભાઈ પ્રવિણભાઈ મહેતા (ઉ.વ.૩૮)ને બીમારી સબબ ગત તા.ર૭-૧૦-૧૭ના અમદાવાદ સિવિલ હોÂસ્પટલમાં ખસેડાયો હતો અને ત્યારથી કિડનીની સારવાર માટે રાખવામાં આવેલ અને સારવાર દરમ્યાન ગતરાત્રીના સાડા આઠ વાગ્યે અમદાવાદ સિવિલમાં દમ તોડી દીધો હતો. સિવિલ હોÂસ્પટલના તબીબ બી.એમ. શાહે બનાવ અંગેની જાણ શહેર બી ડિવીજન પોલીસને કરતા પોલીસે સીઆરપીસી કલમ ૧૭૪ હેઠળ અકસ્માત મોતનો બનાવ દર્જ કરી પીએસઆઈ એ.ડી. ધાસુરાએ તપાસ હાથ ધરેલાનું પીએસઓ અનિલકુમાર જાષીએ જણાવ્યું હતું. આ બાબતે પીએસઆઈ ધાસુરાએ સંપર્ક સાધતા ગત તા.રર-૧૦-૧૭ના ગાંધીધામ ડીઆરઆઈએ હતભાગીની અટકાયત કરી હતી અને પૂછતાછ બાદ પાલારા જેલમાં મોકલી આપેલ હતો. હતભાગીની લાશનું વીડિયોગ્રાફીથી અમદાવાદ સિવિલમાં પીએમ કરાવડાવી મૃતકના ભાઈ સંદિપ મહેતા (રહે. પાર્લા મુંબઈ)ને સોંપવા કાર્યવાહી હાથ ધરેલ છે. આ બાબતે મુખ્ય સરકારી વકીલ કલ્પેશભાઈ ગોસ્વામીને પુછતા તેઓએ પણ કહ્યુ હતુ કે, મયુર મહેતાને સ્વાસ્થ સબંધીત તકલીફ થતા તેમનો અભિપ્રાય લેવામા આવ્યો હતો અને માનવતાના ધોરણે તેમને સારવાર કરાવવા પોલીસ બંદોબસ્ત સાથે અમાદાવાદ લઈ જવા અંગેનો અભિપ્રાય આપવામા આવ્યો હતો. તથા શ્રી ગોસ્વામીએ કહ્યુ હતુ કે, સારવાર દરમ્યાન મયુર મહેતાનુ અવસાન થયુ હોવાનુ તેઓને પણ જાણવા સત્તાવાર રીતે જાણવા મળ્યુ છે.
દરમ્યાન જ હવે આ સમગ્ર મુંદરાના મોબાઈલ પૂર્જા દાણચોરી પ્રકરણમાં આગામી દિશામાં કઈ રીતે તપાસની દ્રષ્ટીએ આગળ ધપે છે તે તરફ પણ હવે સબંધીતોની મીટ મંડાયેલ છે.