મુંદરા મરીન પોલીસનો વવારની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો

ચારસો લીટર આથો અને ચારસો લીટર તૈયાર દેશી
દારૂ ઝડપાયો

 

મુંદરા : મુંદરા મરીન પોલીસે ગતરાત્રે મધ્યરાત્રી બાદ વવાર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી ચારસો લીટર દેશી દારૂ બનાવવાનો આથો તેમજ તૈયાર ચારસો લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જ્યારે આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો.
મુંદરા મરીન પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તા.૧૩-૧-૧૮ના રઃ૩૦ના ગાળા દરમ્યાન તાલુકાના વવાર ગામની ઉગમણી સીમમાં ધડકાડેમ પાસે બાવડની ઝાડીમાં આરોપી શામળા કાના ગઢવી (રહે. વવાર)વાળાની દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી રૂપિયા આઠસોની કિંમતનો દેશી દારૂ બનાવવાનો આથો તથા રૂપિયા આઠસોની કિંમતનો તૈયાર ચારસો લીટર સહિત રૂપિયા સોળસોનો મુદ્દામાલ ઝડપ્યો હતો. જ્યારે અંધારાનો લાભ લઈ આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો. મુંદરા મરીન પોલીસ દફતરે આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશનની કલમો તળે ગુન્હો નોંધી આગળની તપાસ એએસઆઈ હરેશભાઈ સોમૈયા કરી રહ્યા છે. દરોડાની કામગીરીમાં પોલીસ કોન્સટેબલ વિજયભાઈ, પોલીસ કોન્સટેબલ રાયશીભાઈ સહિતના જોડાયા હતા.