મુંદરા-ભુજ સહિત જિલ્લાના અન્યતંત્રો કેમ ન અનુસરે..? ગાંધીધામની શાળાઓને તંત્રની ફટકાર

ફીની માહીતી નોટીસ બોર્ડ પર ન દેખાડતી શાળાઓ સામે સ્થાનિક તંત્રએ કરી લાલઆંખ : તાલુકાતંત્ર દ્વારા હવે કચાશ રખાઈ તો શિક્ષાત્મક પગલા લેવાની આપી સુચના : બીટ નીરીક્ષક- સીઆરસી કો-ઓ, બીઆરસી કો-ઓ તથા ખાનગી પ્રા.શળાના આચાર્યેને લેખિતમાં કરાઈ તાકીદ

 

ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા નફાખોર શાળાઓની સામે લાલઆંખ કરતી કાર્યવાહી સમાન કાયદો તાજેતરમાં જ અમલી બનાવવામા આવ્યો છે અને આ બાબતે અનેકવીધ સુચનો અને ગાઈડલાઈન પણ સરકાર-શીક્ષણવિભાગ દ્વારા શાળાઓને કડક અમલવારી કરવાની સુચનાઓ આપી છે પરંતુ તેમ છતા કેટલીક શાળાઓ આવા આદેશોને ધોઈને પી જતી હોવાનો ઘટનાક્રમ સામે આવી રહ્યો છે. જેના પગલે ગ પૂર્વ કચ્છના ઓદ્યોગીક પાટનગર ગાંધીધામ તાલુકામાં આવી રીતે નિયમોને ધોઈને પી જતી શાળાઓને તાલુકા શિક્ષણતંત્ર દ્વારા ફટકાર લગાવવામા આવી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.
આ બાબતે જાણવા મળતી વધુ વિતગોઅ નુસાર તાલુકા પચાયત કચેરી ગાંધીધામ શિક્ષણ શાખા દ્વારા ગત રોજ એક પરીપત્ર કરવામા આવ્યો છે અને તેમાં સ્પષ્ટ જણાવાયુ છે કે, આ કચેરીના ધ્યાને આવેલ છે કે તાલુકાની કેટલીક ખાનગી પ્રાથમીક શાળાઓમા અભ્યાસ કરતા બાળકોની લેવામા આવતી ફી શાળાના નેાટીસ બોર્ડ કે ડીસ્પલે બોર્ડ પર તમામ વાલીઓને જોઈ શકે તે રીતે ડીસ્પ્લે કરવામા આવતી નથી જે ખુબજ ગંભીર બાબત છે. ખાનગી પ્રા.શાળાઓમા અભ્યાસ કરતા બાળકોની લેવામા આવતી ફી શાળાના નોટીસ બોર્ડ કે ડીસ્પેલે પર તમામ વાલીઓ જોઈ શકે તે રીતે ડીસ્પેલે કરવા શિક્ષણ વિભાગ દ્વારા સુચના આપવામા આવેલ છે. આ પરીપત્રથી તમામ ખાનગી બિન અનુદાનીત નોન ગ્રાન્ટેડ શાળાઓને શાળા દ્વારા લેવામા આવતી ફી નોટીસ બોર્ડ કે ડીસ્પેલ બોર્ડ પર ડીસ્પેલે કરવા લગાડવા આથી તમામ ખાનગી પ્રાથમીક શાળાઓને સુચના આપવામા આવે છે.
ઉપરાંત આ તબક્કેથી બીટ નીરીક્ષકને સ્પષ્ટ સુચન કરવામા આવેલ છે કે, ફેરણી દરમ્યાન જે શાળામાંથી કોઈ રજુઆત કે ફરીયાદ મળે તો તે અંગેની જે તે શાલ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા દસરખાસ્ત મોકલી આપવા સુચના આપવામા આવી છે. સીઆરસી કોઓડીનેટર્સને પણઆ બાબતે કહેવાયુ છે કે આ પરીપત્રની નકલી તમામ ખાનગી શાળાઓને પહોંચાડી અને કચેરીને શાળાને પહોચાડયા બાદ પ્રતિ સહી મેળવી રજુ કરવા તથા ફેરણી દરમ્યાન જે શાળામાંથી કોઈ રજુઆત કે રફીયાદ અંગેની વાત સામે આવે તો શાળા સામે શિક્ષાતમક કાર્યવાહી કરવા દસરખાસ્ત મોકલી આપવા સુચના અપાઈ છે. આ જ રીતે બીઆરસી અને આચાર્ય ખાનગી શાળા ગાંધીધામ કચ્છને પણ અમલવારી કરવા અર્થે જાણ કરવામા આવી રહી છે.
તાલુકા પંચાયત કચેરીકક્ષાએ જે રીતે કડક કાર્યવાહીભર્યો અમલ કાગળ પર કરાઈ રહ્યો છે તેવો જ હવે હકીકતમાં શાળાઓમાં તેની સજજડ અલમવારી સાથે અસરકારક અમલ થતો જોવાય તે પણ એટલું જ જરૂરી બની જવા પામી ગયુ છે.