મુંદરા-બારોઈ ૮૦ કરોડ જમીન કૌભાંડ : સુધરાઈ ન કરે આરંભે સુરાનો તાલે..!

૩૭ જેટલી ગેરકાયદેસર મિલ્કતોની આકારણી રદ કરતો ઠરાવ સામાન્યસભામાં પસાર કર્યા બાદ કાર્યવાહી શુ? તેની અમલવારી કયારે? કૌભાંડકારીઓ-પદાધિકારીઓ-તત્કાલીન અધિકારીઓની સામે કાર્યવાહીના નામે હજુય મીંડુ જ..!

સુધરાઈના શાસકો મુંદરાવાસીઓના વિશ્વાસને કાયમ રાખવો હોય તો કરે તાબડતોડ આ કામગીરી : સરકારી જમીનો પર થઈ રહેલ પાકા સિમેન્ટ કોંક્રિટના તોતીંગ બાંધકામો બંધ કરાવે, બાંધકામો પરના ગટર, પાણી, લાઈટ કનેકશનો હટાવી, જમીનો ખુલ્લી કરાવે : સાંઠગાંઠકર્તા સમગ્ર જવાબદારો સામે પ્રત્યેક પ્લોટવાઇજ દાખલ કરાય ફોજદારી, લેન્ડ ગ્રેબીંગ એકટ તળે જ ગુન્હો નોધાવાય

ખાટલે મોટી ખોટ : સત્તાપક્ષને તો કાર્યવાહી કરવામાં કયાંક ને કયાંક શરમ નડે તે સમજી શકાય પરંતુ વિપક્ષ પણ કેમ માત્ર કાગનો વાઘ જ બનીને બેઠુ છે? રજુઆતો કરી, પ્રેસનોટ પ્રસિદ્ધ કરાવી અને મોટો તીર માર્યાનો વિપક્ષના આગેવાન કરી રહ્યા છે ડોળ, આવા પ્રશ્ને તો ઉતરવુ જોઈએ રસ્તા પર, કરવા જોઈએ અનસન ઉપવાસ, નગર અને જિલ્લા પ્રસાસનને દેખાડવી જોઈએ વિપક્ષની તાકાત

ગાંધીધામ : મુંદરા નગરપાલિકા અસ્તિત્વમાં આવે અને બારોઈ ગ્રામ પંચાયતનુ વિસર્જન થાય તે પહેલા જ વહીવટદાર શાસનમાં અધિકારી-પદાધિકારીઓ અને ભુ માફીયાઓ મળીને શ્રી સરકારની જમીનને પાણીના ભાવે બોગસ દસ્તાવેજ તથા માત્ર સોગદનામાના આધારે ખાનગી પાર્ટીઓને પાણીના ભાવે પધરાવી દેવાનો કૌભાંડ સામે આવવા પામ્યુ હતુ. જે ખુબજ ગાજી ગયા બાદ નગરપાલિકાની નવી બોડીએ આ તમામ મિલ્કતોના આકારણી રદ કરતો ઠરાવ સામાન્યસભામાં પસાર કરી અને જમીન માફીયાઓ પર ધોંષ બોલાવાશે તેવો આશાવાદ ઉભો કર્યો હતો પરંતુ આ ઠરાવપસાર થયાને આજે દસ થી પંદર દીવસનો સમય વીતી ગયો છતા પણ તેની અમલવારીના નામે મીંડુ જ દેખાવવા પામતા હવે સુધરાઈ આ કૌભાંડ પરથી પડદો ઉચકવામાં આરભે સુરાનો તાલ ન કરે તેવી ટકોર ઉભી થવા પામી છે.પ્રબુદ્ધવર્ગ માની રહ્યો છે કે, જમીન કૌભાંડ પ્રકરણે નગરપાલીકાના ચુંટાયેલ સત્તાધારી પદાધિકારીઓનુ વર્તન ઉદાશીન જણાઈ રહ્યુ છે.સમગ્ર પ્રકરણમાં ધાક બેસાડતી કાર્યવાહી થાય, પ્રજાનો વિશ્વાસ શાસકે પ્રત્યે વધે તેવુ કાર્ય કરવાના બદલે ઢીલાશ રાખવામાંં આવી રહી છે, સમય વ્યતિત કરાઈ રહ્યો છે અને કૌભાંડકારીઓને બચાવવા સમય અપાઈ રહ્યો હોવાનો વર્તારો ખડો થતો જોવાઈ રહ્યો છે.મુદાવાર આ પ્રકરણની ટુંકમા વાત કરીએ તો સરકારી માલીકીની કરોડોની કિમંતની જમીનો સમયના તચકજો ચોકકસ પદાધિકારી અને અધિકારીઓએ સાંઠગાંઠથી ભાગબટાઈ કરી વિકાસના ઓથા તળે કૌભાંડકારીઓને કબ્જો સુપરત કરી જરૂરી દાખલા આધારો આપી પાકા કાયમી બાંધકામ કરી ગેરકાયદસર કમાણી કરી લીધી હતી. હવે આવા આયોજનબદ્ધ ષડયંત્રના કૌભાંડની સામે નગરપાલિકાના શાસકો ફકત આકારણીમા મિલ્કત કમી કરવા ઠરાવ કરી મુંદરા બારોઈની જનતાના વિશ્વાસનો દ્રોહ જ કર્યો છે તેમ શા માટે ન માનવુ? કારણ કે ઠરાવ થયા બાદ તેની અમલવારીની કોઈ જ હરકત જોવા મળતી નથી? વાસ્તવમાં નગરપાલિકાના શાસકોએ આ આખાય પ્રકરણ સામે લાલઆંખ કરવાની ઈચ્છા હોય જ તો સરકારી જમીનો પર થઈ રહેલ પાકા સિમેન્ટ કોંક્રિટના તોતીગ બાંધકામો બધ કરાવવા જોઈએ, થયેલ બાંધકામોના ગટર, પાણી, અને લાઈટના કનેકશનો હટાવી જમીનો બાંધકામ મુકત ખુલ્લી કરી પૂર્વવત સ્થિતી કામય કરવા જોઈએ, ઉપરાંત પ્રત્યેક પ્લોટ દીઠ સાંઠગાંઠ કર્તા અને ભાગબટાઈ વાળા સૌ કોઈની સામે વ્યકિતગત ફરીયાદ નોધાવી જોઈએ. આ ઉપરાંત સરકારની જમીન પચાવી પાડવાના કારસામાં સામેલગીરી ધરાવનારાઓની સામે લેન્ડ ગ્રેબીંગ એકટ તળે વિના વિલંબે ફરીયાદ કરવી જોઈએ. પરંતુ આ બાબતે હજુ સુધી કોઈ જ નિર્ણાયક અને અસરકારક કાર્યવાહી થયા હોવાનુ સામે ન આવતા નગરપાલીકાના શાસકોની છાની રમત અથવા તો પછી મંદ કાર્યવાહીની સામે સવાલો ખડા થવા પામી રહ્યા છે.