મુંદરા-બારોઈની સામાન્ય સભા યોજાઈ : વિવિધ સમિતીની થઈ નવરચના

પ્રમુખશ્રીના વડાપણ હેઠળ મળેલી સભામાં કારોબારી ચેરમેન પદે ડાયાલાલ આહિરની કરાઈ વરણી : અન્ય સમીતીઓની પણ થઈ જાહેરાત : કેટલાક વિષયો પર વિપક્ષે ગજવી સભા

ગાંધીધામ : મુંદરા શહેરની નગરપાલીકાની આજ રોજ સવારે સાડા અગ્યાર વાગ્યે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. આ બેઠક પ્રમુખશ્રી કીશોરસિહ પરમારના અધ્યક્ષસ્થાને યોજવામા આવી હતી.જેમા પ્રમુખશ્રીએ સભાના શરૂઆતમાં સૌને આવકાર્યા હતા. અને ગત બેઠકની મિનિટસને સર્વસહમતીથી બહાલી આપવામા આવી હતી. મીનટબુકના વાચન બાબતે વિપક્ષ દ્વારા ઉગ્ર વીરોધ કરવામા આવ્યો હતો. અને વાચન કરવા આગ્રહ રખાયો હતો. જેમા મિનીટ બુકમા ચેડા કર્યા હોવાનો અંગુલીનિર્દેશ પણ કરાયો હતો.જો કે સત્તાપક્ષે આ બાબતની વાતને તદન ઉડાડી જ દીધી હતી. રૂપીયા દસ લાખની ફાળવણીની જોગવાઈ તથા મુંદરા તળાવથી પંચવટી સુધી ન.પા.ના હદમા સુધીમુંદરા આંબેડકર સર્લલથી મહારાણા પ્રાતાપ નગર તરીકે નામાંકન કરવાના મુદામા વોટીગમા ૧૦ સામે ૭થી પસાર કરી નાખવામ આવતા વિપક્ષની કોઈ જ વાત ન સાંભળી જેથી નારાજ કોંગ્રેસના સભ્યોએ ભારે હંગામો કર્યો હતો જેના પગલે અહી પોલીસ પણ દોડી આવતા અંતે મામલો થોડી પડયો હતો. આજની બેઠકમા મુંદરા નગરપાલીકાના લીગલ એડવાઇજર તરીકે ભરતભાઈ જોષીની નિમણુક કરવામા આવી હતી. આજે યોજાયેલી બેઠકમા પ્રણવભાઈ જોષી, વિનોદભાઈ થાનકી, ભરતભાઈ પાતારીયા, યુવરાજ ચુડાસમા, અલ્નશીર ખોજા, ગજેન્દ્રસિહ જાડેજા, પ્રકાશ ઠકકર તેમજ નપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સત્તાપક્ષ- વિપક્ષ-કોંગ્રેસ ૮૦ કરોડનું જમીન પ્રકરણ ભૂલ્યું :શાબાશ છે આમઆદમી પાર્ટીને : હાઈકોર્ટના ખટખટાવશે દ્વાર
ગાંધીધામ : મુંદરા નગરપાલીકાના અસ્તિત્વ પહેલા જ અહી અંદાજિત ૮૦ કરોડનુ જમીન કૌભાંડ આચરાઈ ગયુ હતુ. જેને સુધરાઈના નવા શાસકો દ્વારા આકારણી રદ કરવાનો ઠરાવ પ્રસ્તાવ કરી અને જાણે કે આ વિષયે ભુલી જ ગયા હોય તેમ હવે કનેકશનો કાપવા સહિતની કાર્યવાહીથી બચવામાં જ આવી રહ્યુ છે તો વળી બીજીતરફ વિપક્ષ કોંગ્રેસ પણ દુધના ઉભરા જેવો વિરોધી કરી અને પાણીમા બેસી ગયુ હોય તેમ આજની સામાન્ય સભામા આ વિષય સત્તાપક્ષ અને વિપક્ષ બને ભુલી જ ગયા હોવાનો તાલ દેખાય છે. પરંતુે મુંદરામા આમઆદમી પાર્ટી આ વિષયને નહી છોડે.આપના મુંદરાના પ્રમુખ ગજેન્દ્રસિહ જાડેજાએ ૮૦ કરોડના જમીન કૌભાંડમાં જે લોકો આ પ્રકરણમા સામેલ છે તેવા મુદાને ભાજપ ન.પા.ના પ્રમુખે એક પણ શબ્દ ન ઉચ્ચારેલ પણ આ મુદો અમો ઉગ્ર આંદોલન કરીને ઉઠાવાશે. ભદ્રેશ્વર લેન્ડ ગ્રેબીગમા આગોતરા નથી મળતા તો ૮૦ કરોડના જમીન કૌભાડમાં ભાજપના જવાબદારો કેમ ચુપ છે.આ મામલે વેળાસર જ અસરકારક અમલવારી નહી કરવામા આવે તો આપ હાઈકોર્ટમાં આ મુદાને લઈ જશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. આ બાબતે આપના શહેર પ્રમુખ અબ્દુલ મજીદ સમાએ જણાવ્યુ હતુ કે આજની મીટીમા કોગ્રેસ દ્વારા ટેકસ માફી માટે રજુઆત કરવમા આવી હતી પણ વરસો થયા તમામ પ૦ ટકા સોસાયટીઓમા ટેકસ વસુલવા છતા રોડ બન્યા નથી. માટે ટેક્ષ મફી કરવી પણ ખુબ જ જરૂરી બની રહી છે.