મુંદરા બંદરે ઝડપાયેલ કેફીદ્રવ્ય હેરોઈન જ હોવાનો સત્તાવાર ધડાકો

  • ટીમ ગાંધીધામ ડીઆરઆઈનો દેશહિતમાં મોટો સપાટો

અફઘાનીસ્તાનથી વાયા ઈરાન થઈ મુંદરા બંદરે આવેલા બે કન્ટેઈનરોની ગત સાંજથી મોડી રાત સુધી ચાલેલી તપાસ બાદ થયો વિધીવત ખુલાસો : ફોરેન્સીક સાયન્સની ટુકડીએ ટેલ્કોમ પાવડરની સાથે આવેલા પેકેટસ હેરોઈનના જ હોવાનુ આપ્યું સમર્થન, ઝડપાયેલ જથ્થા પૈકીના એક પેકેટસના સેમ્પલીંગમાં હેરોઈન હોવાનો ખુલાસો : જથ્થાની ગણતરીઓ ચાલુમાં

ખાટલે મોટી ખોટ : ડીઆરઆઈ દ્વારા નશાની ખેપને પકડી પાડવાની આગોતરી જાગૃતીભરી કામગીરી સરાહનીય.., હવે ટેલ્કોમ પાવડરની આડમાં હેરોઈનનો જથ્થો મંગાવવામાં મુંદરા કસ્ટમ્સના એજન્ટની ભૂમિકા પણ નામજોગ જાહેર કરાવી ફીટ કરે તે જરૂરી..! : કસ્ટમના ભ્રષ્ટ તત્વોની મીલીભગત વિના આ રીતના કન્સાઈનમેન્ટ મંગાવી શકાય જ નહી..?

બે કન્ટઈનર સીઝ કરાયા : હેરોઈનની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત ખુબજ ઉંચી થવાના ભણકારા : નાર્કોટીકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સાયન્સ (એનડીપીએસ) એકટ ૧૯૮પ તળે નોંધાયો ગુન્હો

એકસપોટર્ર કોણ, દિલ્હીના ઈમ્પોર્ટર કોણ હતા ? ડીઆરઆઈ દ્વારા આ તમામ સુધી તપાસનો લંબાવાઈ ચૂકયો છે રેલો : કરોડોના હેરોઈનકાંડનો ખુલાસો થવા પામતા કચ્છમાં ધામા નાખીને બેઠેલી એજન્સીઓમાં મચી ગઈ છે દોડધામ

કસ્ટમને પણ સીએચએ દોરે છે ગેરમાર્ગે.! : મિસડીકલેર કરી વાંધાજનક વસ્તુઓ મંગાવાય છે તેમ કહેવાના બદલે કસ્ટમના અધિકારીઓને બં-પાંચ હજારમાં ફોડી લઈ અને સહેજ માલ વધુ-ઓછો હોવાનુ જદર્શાવી ઉલ્ટાચશ્મા પહેરાવાતો હોવાનો રહે છે વર્તારો

ગાંધીધામ : ભારતના યુવાધનને નશાના રવાડે ચડાવી દેવાને માટે નાપાક મુલકના ડ્રગ્સના સોદાગરો નીતનવા કીમીયા અજમાવી અને દેશમાં હેરોઈનની કે કેફી દ્રવ્યોની ખેપ ઘુસાડવા માટે સતત પ્રયત્નશીલ રહેલા હોવાના ઘટનાક્રમો સતત સામે આવવા પામી રહ્યા છે.દરમ્યાન જ કચ્છના મુંદરા બંદરે પણ ગઈકાલે ગાંધીધામ ડીઆરઆઈની ટુકડીના સતર્ક અધિકારીઓની ટીમને મળેલા ચોકકસ ઈનપુટસના આધારે ત્રાટકી અને તપાસ કરવામા આવતા ટેલ્કોમ પાવડરની સાથે કેફીદ્વવ્ય આવી રહયુ હોવાની બાતમી અનુસંધાને તપાસનો મેરેથોન ધમધમાટ શરૂ કરવામા આવ્યો હતો. ગઈકાલે સાંજે મુંદરા બંદરે હાથ ધરવામા આવેલી આ તપાસ મોડી રાતે સંપન્ન થવા પામી ગઈ હતી અને ટેલ્કોમ પાવડરની સાથે જ અનડીકલેર્ડ કાર્ગો કેફી દ્રવ્ય હોવાની શંકાઓ ઉપજતા ડીઆરઆઈ સહીતની ટીમે તેની ખરાઈ કરવા માટે ફોરેન્સીક ટીમને જાણ કરી હતી અને આજ રોજ સવારે ફોરેન્સીક ટીમો પણ મુંદરા બંદરે આવી પહોચી હતી જે બાદ કેફી દ્રવ્ય શંકાસ્પદ નહી પરંતુ હેરોઈન જ હોવાનો સત્તાવાર ખુલાસો થવા પામી ગયો હોવાનુ વિશ્વસનીય સુત્રો જણાવી રહ્યા છે.
આ મામલે વધુ વિગતે વાત કરીએ તો અફઘાનીસ્તાનથી જ વાયા ઈરાન થઈ અને મુંદરા બંદરે આવેલા આ કન્સાઈન્મેન્ટમાં ટેલ્કોમ પાવડરની આડમાં હેરોઈનનો જથ્થો ઘુસાડાવાનો પ્રયાસ કરવામા આવ્યો હોવાનો ખુલાસો હાથ તુરંત થવા પામી ગયો છે. અહી ટીમ ડીઆરઆઈને શાબાશી આપવી ઘટે કે, તેઓએ ચોકકસ બાતમીના આધારે આ કારસ્તાનને ક્રેક કરી લીધુ છે.દેશમાં આ નશાનો જથ્થો પહોચી જાય તે પહેલા જ મુંદરા બંદરે જ અટકાવી દેવામા આવ્યુ છે ત્યારે હવે અહી સવાલો થઈ રહ્યા છે કે, આ જથ્થો કયાંથી લોડ થયો ? ડીકલેર કરાયો હતો કે નહી ? મિસડીકલેર કરાયો હતો તો કેવા ઈરાદો અને કોણે આ જથ્થો મંગાવ્યો હતો? જો કે, આ બાબતે વર્તમાન સમયે તપાસને નુકસાન કર્તા થઈ શકે તેમ હોવાથી કોઈ પણ માહીતી સત્તાવાર રીતે આપવાથી એજન્સીઓ દુર થઈ રહી છે. નજીકના સમયમાં જ હેરોઈનના કચ્છથી ભારતવ્યાપી હેરફેરના નેટવર્કને લઈને મોટા ખુલાસા થશે તેમ કહેવુ વધુ પડતુ નહી કહેવાય.

કન્ટેઈનર મારફતે હેરોઈનની હેરફેરના વધતા પેંતરા

દરિયાઈ માર્ગ સુરક્ષા ચુસ્ત થતા કન્ટેઈનર તરફ વળ્યા હેરોઈનના સોદાગરો :જુલાઈ-ઓગષ્ટ ર૦ર૧માં ડીઆરઆઈએ નવીમુંબઈ ન્હાવાસોવા પોર્ટ પરથી ૩૦૦ કેજી હેરોઈન આ જ રીતે ટેલ્કોમ પાવડરની આડમાં મંગાવાના કૌભાંડનો કર્યો હતો પર્દાફાશ

ગાંધીધામ : ટેલ્કોમ પાવડરને આર્યુવેદીક દવા તરીકે જાહેર કરી અને તેની આડમાં કન્ટેઈનરોમાં બામ્બુની વચ્ચે હેરોઈનના પેકેટસ મોકલવાની પદ્વતિ પાછલા કેટલાક સમયથી ભારતમાં અજમાયીશ કરવામા આવી રહી છે. હાલમાં મુંદરામાં જે રીતે ટેલ્કોમ પાવડરમા હેરોઈનના કાંડનો પર્દાફાશ કરાયો છે તેવી જ રીતે જુલાઈમાં ડીઆરઆઈ દ્વારા જ નવી મુંબઈના ન્હાવાસોવા પોર્ટ પર પણ ૩૦૦ કીલ્લો હેરોઈનનો જથ્થો પકડી પાડયો હતો. કન્ટેઈનર લાઈનમાં હેરોઈન ઘુસાડી દેવુ નશાના કારોબારીઓ માટે વધારે સેફ બની રહે તેમ હોવાથી આ રૂટ વધારે પસંદ કરવામાં આવે છે.

મુંદરા-ગાંધીધામના લોકલ સીએચએ-સર્વેયર કોણ ?

ગાંધીધામ : અફઘાનથી ઈરાન થઈ અને મુંદરામાં હેરોઈનની ખેપ ભારતમા ઘુસી જાય તે પહેલા જ એજન્સીઓએ જાગૃતી સાથે પકડી પાડી છે. બે જેટલા કન્ટેઈનરોની છાનબીન કરાઈ છે અને તેમાથી હેરાઈનનો જથ્થો મળી આવ્યો છે તેની ગુણવત્તા અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમતનુ આંકલન વીધીવત રીતે ચાલી રહ્યુ છે. ત્યારે હવે સવાલ અહી એ થાય છે કે, આ કન્સાઈન્મેન્ટમા મુંદરા-ગાંધીધામ-કંડલાના સીએચએ અથવા તો સર્વેયર તરીકેની ભૂમીકામાં કોણ હતા. તેની પણ ચકાસણીઓ કરવી જોઈએ.

મુંદરાથી દિલ્હી જવાનો હતો ડ્રગ્સનો જથ્થો

ગાંધીધામ : અફઘાનીસ્તાનથી વાયા ઈરાન થઈ અને ટેલ્કોમ પાવડરની આડમાં મુંદરા બંદરે ઝડપાઈ ગયેલ હેરોઈનનો જથ્થો કયાં જવાનો હતો તે સવાલ થવો સહજ બની રહે છે. જાણકારો કહી રહ્યા છે કે, મુંદરાથી આ જથ્થો દિલ્હી લઈ જવાની ગોઠવણો કરાઈ હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે.

અફઘાનથી સંભવત હેરોઈન આ રૂટથી ઘુસાડાયું

ગાંધીધામ : અફઘાનીસ્તાનથી હેરોઈનનો જથ્થો પાકીસ્તાનના ગ્વાદર બંદર પર અને ત્યાથી ઈરાનના ચા બહાર પોર્ટ થઈ ભારતના મુંદરા બંદરના રૂટ પર લાવવામા આવ્યુ હોઈ શકે છે.

  • દેશવિરોધી દાણચોર ટોળકી ફરી સક્રીય થયાની વાત સાચી

કચ્છઉદયના લાલબત્તીરૂપ અહેવાલને સમર્થન

નરેન્દ્ર જેવી ટોળકી પણ કાસેઝથી લઈ અને કંડલા-ગાંધીધામથીમુંદરા સુધીમાં આ રીતે ખજુર – સોપારીની આડમાં ડ્રગ્સ-હથિયારો

ગાંધીધામ : કાસેઝથી લઈ કંડલા-મુંદરા સુધીમાં દાણચોર ટોળકી ફરી સક્રીય બની જવા પામી ગઈ હોવાની લાલબત્તીરૂપ અહેવાલ આ જ પ્લેટફોર્મ પરથી સતત પાછલા એકાદ સપ્તાહથી આપવામાં આવી રહ્યા છે જેમા દુબઈથી બેઠા બેઠા નરેન્દ્ર આણી દાણચોર ટોળકી મસમોટી કરચોરીની આડમાં સિગોરટ સ્મગલીંગ કરી રહી હોવાની લાલબત્તી ધરાઈ હતી તેની સાથે જ જો નરેન્દ્રને નહી અટકાવાય તો અહી ડ્રગ્સ અને હથિયારો પણ ઉતરતા થઈ જશે તેવી આલબેલ પણ પોકારાઈ હતી અને હવે મુંદરામાં ડ્રગ્સનો કરોડોનો મસમોટા જથ્થો પકડાઈ જતા કચ્છઉદયના લાલબત્તીરૂપ અહેલાને સમર્થન મળવા પામી ગયુ છે.