મુંદરા પોલીસે ૩૧ હજાર લિટર બાયોડિઝલ જપ્ત કરી ૨૯.૪૨ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો

મુંદરા : કચ્છમાં બાયોડિઝલના ગેરકાયદે વેપલા પર પોલીસનો સપાટો જારી રહ્યો છે. ત્યારે હવે મુંદરા પોલીસે ૩૧ હજાર લિટર બેઝઓઈલ કબ્જે કર્યું હતું.મુંદરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ન્યૂ પોર્ટ રોડ પર બાબા રામદેવ હોટલની પાછળના ભાગે પાર્કિંગમાં બે ટેન્કરો અને મશીન તેમજ છોટાહાથી જોવા મળ્યા હતા. જેમાં એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં બેઝઓઈલ ઠાલવવામાં આવતું હતું. પોલીસે કાર્યવાહી કરી ટેન્કર નંબર જીજે ૧૨ બીડબલ્યુ ૩૧૦૫માંથી પીડાશ પડતું અંદાજે ૨૮ હજાર લિટર બેઝઓઈલ તેમજ ટેન્કર નંબર જીજે ૧૨ બીડબલ્યુ ૮૪૧૦માંથી અંદાજે ૩ હજાર લિટર બેઝઓઈલ કબ્જે કરાયું હતું. પોલીસે ૧૦ લાખના બે ટેન્કર તેમજ બેઝઓઈલ અને સામગ્રી મળી કુલ રૂપિયા ૨૯ લાખ ૪૨ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.