મુંદરા પંથક લોકસંપર્કમાં કોંગ્રેસ ઉમેદવાર શક્તિસિંહ ગોહિલને મળ્યું જબરૂ જનસમર્થન

ખેડૂતોના પ્રશ્નો, બેરોજગારી અને જીએસટી જેવા જટીલ પ્રશ્નોનું નિરાકરણ કોંગ્રેસની પ્રાથમિકતા : શક્તિસિંહ ગોહિલ

માંડવી ઃ વિધાનસભાની ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બંને પક્ષના દાવેદારો જીત માટે એડીચોટીનું જાર લગાવી રહ્યા છે. માંડવી- મુંદરા વિધાનસભાના સબળ અને સક્ષમ ઉમેદવાર શક્તિસિંહ ગોહિલને જબરદસ્ત સ્વયંભૂ લોકોનો ભારે સમર્થન મળી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના સેવાભાવી ઉમેદવાર એવા શક્તિસિંહ ગોહિલને મુંદરા પંથકના જનસંપર્ક કાર્યક્રમમાં ગામે- ગામ લોકોનો સારો એવો આવકાર મળી રહ્યો છે. જેમાં મુંદરા શહેર રોડ શોમાં તેમના જનસમર્થનમાં તો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. સાથે સાથે ગામડાઓમાં લોકસંપર્ક કાર્યક્રમ દરમ્યાન કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકારની નિષ્ફળતાઓ ગણાવી હતી. સાથે માત્ર નામનો જ વિકાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગ સાથે છેતરપિંડી કરાઈ હોવાનું કોંગી નેતાઓએ જણાવ્યું હતું. ઠેર- ઠેર ગામડાઓ તથા શહેરના વિસ્તારવાર જનસંપર્ક દરમિયાન શક્તિસિંહ ગોહિલે લોકોનું ભારે જન સમર્થન માંગીને કોંગ્રેસને ભારે લીડથી વિજયી બનાવવા અપીલ કરી હતી. કોંગ્રેસે હંમેશા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનો વિચાર કર્યા છે. જયારે ભાજપ સરકારે ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગપતિઓ માટે ચાલતી હોવાનો આક્ષેપ કર્યો હતો. મુંદરા પંથકમાં અનેક સુવિધાઓનો અભાવ છે.
અહીંના યુવાનોમાં ભારે બેરોજગારી છે. ભ્રષ્ટાચારે તો જાણે માજા જ મુકી છે. ત્યારે હવે સમય આવી ગયો છે કે, આ ભ્રષ્ટાચારી ભાજપ સરકારને જાકારો આપીને કોંગ્રેસને તક આપવામાં આવે તેવી અપીલ સાથે વાત કરી હતી. અને મુંદરા પંથકમાંથી કોંગ્રેસના સક્ષમ ઉમેદવાર શÂક્તસિંહ ગોહિલને સૌથી મોટી ઐતિહાસિક લીડ સાથે વિજય મળશે તેવો પ્રબળ વિશ્વાસ સ્થાનિક આગેવાનોએ વ્યક્ત કર્યો હતો.
આ જનસંપર્ક વેળાએ વિજયભાઈ ગઢવી, સલીમભાઈ જત, કિશોરસિંહ પરમાર, હાજી જુમા રાયમા, દશરથસિંહ જાડેજા, નારાણભાઈ સોંધરા, શૈલેન્દ્રસિંહ જાડેજા, ચંદુભા જાડેજા, અનવર ખત્રી, લાલાભાઈ, કાન્તાબેન સોધમ, સુરેશ ફુફલ, નવીન મહેશ્વરી, મીઠુભાઈ મહેશ્વરી, નાનજી મહેશ્વરી, ચતુરસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, લાલજી પટેલ, રફીક શેખ, ગંગાબેન સેંઘાણી, ભાવનાબેન ગોર, ફાલ્ગુનીબેન, વલ્લભ વેલાણી, રસીક દોશી, પુનિત જોષી વગેરે મોટી સંખ્યામાં સાથે રહ્યા હતા.