મુંદરા તા.પંચાયતની કારોબારી સમીતીની રચના

image description

સામાજિક ન્યાય સમિતીના સભ્યોની પણ જાહેરાત

મુંદરા : મુંદરા તાલુકા પંચાયત મધ્યે આજ રોજ તાલુકા પંચાયતના પ્રમુખ રાણીબેન ચાવડાના અધ્યક્ષસ્થાને મીટીગનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા કોરોનામા મૃતકોને બે મીનીટનુ મોન ધારણ કરીને શ્રદ્ધાંજલી આપી હતી. તે બાદ કારોબારી ચેરમેનના સભ્યોશ્રી તરીકે શ્રીમતી અન્નપૂર્ણા વિજયસીહ, જયોતિબા વી જાડેજા, પ્રફુલા બા એસ જાડેજા, સોમા રાજા રબારી, મહિપતસીહ જાડેજા તથા સામાજિક ન્યાય સમિતીમા ગીતાબેન સોધમ, ક્રીષ્નાબેન દાફડા, અલ્પેશ વાલ્મીકી, તો કેાંગ્રેસના રામજી ખીમજી ભીલ, ક્રીષ્નાબેન દાફડા, રમીલાબેન માતંગ, નવિન મહેશ્વરી, ઝાલા રામજીઘ લાભુભાઈ સહિતનાઓનો સમાવેશ થવા પામ્યો છે. આ પ્રસંગે ભાજપના પ્રભારી સંજયભાઈ દાવડા, વાલજીભાઈ ટાપરીયા, કીર્તીભાઈ ગોર, કુલદિપસીહ જાડેજા, શકિતસિહ જાડેજા, હરેન્દ્રસિહ જાડેજા, ચેતનભાઈ ચાડા, નટુભા ચૌહાણ, રાજેન્દ્રસિહ જાડેજા, વીરમભાઈ ગઢવી, દેવશીભાઈ પાતારીયા ઉપસ્થીત રહ્યા હતા. કોંગ્રેસના પ્રમુખ ચંદુભા જાડેજા, રમેશભાઈ કુવરીયા, કપિલભાઈ કેશરીયા વગેરે ખાસ ઉપસ્થીત રહ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી શ્રી રાવ, નાયબ ટીડીઓ ચંદે સાહેબ, રાજુભા જાડેજા, કિશોરભાઈ દરજી, શ્રી જાલા સાહેબ તથા તાલુકા પંચાયતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.