• દેશવ્યાપી વ્હાઈટ કેરોસીન કૌભાંડ-હેરફેરની ગંધ

મીસ ડિકલેરેશનની શંકાને પગલે દુબઈથી આવેલા રપ કન્ટેનરોને મુંદરામાં અટકાવાયા

એમઆઈસીટી ખાતે ડીઆરઆઈએ કરી કાર્યવાહી : સાડા ત્રણ કરોડની કિંમતનો જથ્થો કરાયો સ્થગિત

આ કૌભાંડી કલીયરીંગ એજન્ટનાં ડોળા હવે ભ્રષ્ટાચાર કરવા માટે પોતાનું ધાર્યું કામ કરવા માટે “ઝોન તરફ વળ્યો છે” ઝોનના કસ્ટમ અધીકારી જાગતા રહે, નહીંતો તેમને શહીદ થવાનો વારો પણ આવી શકે છે જાગતો નર સદા સુખી…!

મુંદરા : દેશના પ્રતિષ્ઠીત બંદરોમાં ગણનાપાત્ર મુંદરા બંદર પર દરીયાઈ વેપાર વાણિજય પર ચાંપતી નજર રાખવાને માટે કસ્ટમતંત્ર સેવારત છે પરંતુ પાછલા બેથી ત્રણ માસ દરમ્યાન અહીના કસ્ટમતંત્રના લાલીયાવાડીના ગંભીર કિસ્સાઓ સામે આવવા પામી રહ્યા હોવાનો વધુ એક ખુલાસો થવા પામી રહયો છે અને તેના પગલે જ મુંદરા કસ્ટમમાં જાણે કે પોપાબાઈનું જ રાજ હોય તેવો તાલ થતો જોવાઈ રહ્યો છે. દેશના ખાનગી બંદરોમાં અગ્ર હરોળનું સ્થાન ધરાવતા મુંદરા પોર્ટ પર સમયાંતરે મિસ ડિકલેરેશનના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. વિવિધ એજન્સીઓ દ્વારા આ કાર્યવાહી કરાતી હોય છે ત્યારે મિસ ડિકલેરેશનની શંકાના પગલે દુબઈથી મુંદરા આવેલા રપ કન્ટેનરોને ડીઆરઆઈએ અટકાવી તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત થયેલી વિગતો મુજબ દુબઈના જેબલઅલી પોર્ટ પરથી રવાના થયેલા રપ કન્ટેનરોને એમઆઈસીટી ખાતે અટકાવાયા છે. આ તમામ કન્ટેનરોમાં મિકસ ઓઈલ ડિકલેર કરવામાં આવ્યું હતુું. પરંતુ અમદાવાદની રેવન્યુ ઈન્ટેલીજન્સને શંકા જણાતા કન્ટેનર અટકાવાયા છે. મિકસ ઓઈલના બદલે વ્હાઈટ કેરોસીન અથવા થીનર હોવાની શક્યતા છે. સાડા ત્રણ કરોડની કિંમતનો સાડા સાત લાખ કિ.ગ્રા. જથ્થો હોવાનું જણાઈ રહ્યું છે. મુંદરા ઉપરાંત દેશના અન્ય બંદરો પર પણ ફલેક્સિબલ ટેન્ક વહનમાં લેવાયેલા શંકાસ્પદ જથ્થાને અટકાવવામાં આવ્યો છે.

કસ્ટમની મીલીભગત વિના કૌભાંડ થાય જ નહીં?
ગાધીધામ : બંદરો પર થતી દરીયાઈ આયાત-નિકાસ પર ચાંપતી નજર રાખવાને માટે કસ્ટમતંત્ર તૈનાત કરાયેલ છે. મોટાભાગના મિસડીકલેરેશનમાં કસ્ટમવિભાગની જ મીલીભગત અથવા તો ઢીલીનીતી સામે આવવા પામતી રહી છે. દરમ્યાન જ મુંદરા કસ્ટમમાં તો આવા ભ્રષ્ટ કારનામાઓ પાછલા ત્રણથી ચાર માસ દરમ્યાન સતત ઉજાગર થતા રહ્યા છે. હાલમા પણ આચરાયેલા કૌભાંડમાં કસ્ટમતંત્રની ઈચ્છા કે મંજુરી અથવા તો સાંઠગાંઠ વિના આચરાઈ જ ન શકે.?

કંડલા કસ્ટમની લેબના ભ્રષ્ટતત્વો-જોઈન્ટ ડે. કમિશ્નરના કેમ ન લેવાય બરાબરના ઉધડા..?
ગાંધીધામ : મુંદરા બંદરે મિકસ ઓઈલના નામે વ્હાઈટ કેરોસીનની આયાત કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે અને તેના પગલે અમદાવાદ ડીઆરઆઈ અહી ત્રાટકી છે ત્યારે અહી સવાલ એ થાય છે કે, આ રીતેના કન્ટેઈનરો સરકી જતા હોય ત્યારે કંડલામાં કસ્ટમની જે લેબ આવેલી છે ત્યાં જેડીસી કક્ષાના અધિકારી બિરાજમાન થતા હોય છે. તેઓ જાહેર કરેલા મટીરીયલ્સ અનુસાર પ્રેકટીલી ચેક કરે અને તે બાદ જ કન્ટેઈનરોને રવાના કરવામાં આવતા હોય છે. તો મિક્ષ ઓઈલ જાહેર કરેલા વ્હાઈટ કરોસીનના આટલા બધા કન્ટેઈરો સરકી ગયા તો કંડલા કસ્ટમના લેબના જવાબદારોએ શુ જોયુ? નોધનીય છે કે, અગાઉ પણ આવા પ્રકરણો આચરાઈ ચુકયા છે જેમા કંડલા કસ્ટમના જવાબદારોની દિલ્હી બદલી કરી દેવાઈ છે તો એકને સસ્પેન્ડ પણ કરવામાં આવી ચૂકયો છે.

રપ કન્ટેઈનર અટકાવ્યા, પણ સરકી ગયા હશે તેનું શું?
ગાંધીધામ : અમદાવાદ ડીઆરઆઈ દ્વારા ચાંપતી નજર રાખી અને મુંદરા બંદરેથી વ્હાઈટ સ્પીરીટ આયાતના કૌભાંડને ખુલાલ પાડી દીધો છે ત્યારે અહી સવાલ એ થાય છે કે, રપ કન્ટેઈનર હાલમાં અટકાવાયા છે પરંતુ આ મુજબના કન્ટેઈનર મુંદરા બંદરથી અથવા તો દેશના અન્ય બંદરોથી ઠેર-ઠેર સરકી નહી ગયા હોય તેની શું ખાત્રી? અથવા તો તેનો આંક કેટલો હોઈ શકે છે?

ગાંધીધામ-મુંદરાના કૌભાંડી સીએચએ-સર્વેયર કોણ?

અગાઉ કંડલા બંદરે આવા ૧ર૯ કન્ટેઈનર ગાંધીધામ ડીઆરઆઈએ અટકાવીને દેશવ્યાપી પ૦૦થી વધુ કન્ટેઈનરો અટકાવવાનો કર્યો હતો મસમોટો પર્દાફાશ : હવે મુંદરા બંદરેથી વ્હાઈટ કેરોસીન-થીનારના દાણચોરોએ અજમાવ્યો છે કીમીયો

ગાંધીધામ : દરીયાઈ ચીજવસ્તુઓની આયાત-નિકાસમાં કસ્ટમ હાઉસ એજન્ટની ભૂમિકા ખુબજ મહત્વની રહેતી હોય છે. હાલમાં જયારે મિક્ષ ઓઈલ કહી અને વ્હાઈટ સ્પીરીટ મંગાવાયુ હોવાની આશંકા દર્શાવાય છે ત્યારે આ કેસમાં હકીકતે ગાંધીધામ અને મુંદરાના સીએચએ કાણ છે? સ્થાનિકે આ પેઢીઓ માટે કામ કરનારા વહીવટદાર કોણ? સર્વેયર તરીકે કોનુ નામ જાહેર કરાયેલ છે? આ તમામને પણ પુછતાછના દાયરામાં લેવા જોઈએ. તેઓની પ્રાથમિક જવાબદારી આવા કૌભાડો પછવાડે બની જતી હોય છે.