મુંદરા કસ્ટમમાં કરો સામુહિક સાફસફાઈ : તો જ મિસડીકલેરેશન કૌભાંડો અટકશે..!

  • ગુજરાતના કડક-તટસ્થ ચીફ કમિશ્નર ધ્યાને લે

કસ્ટમમાં અપ્રેઈઝર કક્ષાના અધિકારી લાંચ લેતા પકડાય, મુંદરા બંદરે રો-સુગરના ૧૦૦થી વધુ કન્ટેઈરોમાં ગાલમેલ, તે પૈકીના જ એકમાં હોંગકોંગથી કચ્છ થઈ પાક તરફ જતી પરમાણુ સામગ્રી મળી આવે, તે ઉપરાંત તો કઈક કૌભાંડો પાછલા બેથી ત્રણ માસમાં ઝડપાયા અને હવે વ્હાઈટ કેરોસીનના મિસડીકલેરેશનનો થયો છે ખુલાસો

કસ્ટમના પલળેલા તત્વોની મદદ વિના મિસડીકલેરેશન આચરી જ ન શકાય.ઃ મુંદરા કસ્ટમમાં એકસાથે સાગમટે બદલીઓ કરવી ખૂબજ જરૂરી : લાંબા સમયથી ચીટકીને બેઠા છે એકના એક અધિકારી-કર્મચારીઓ : ગત વરસે સામુહીક ટ્રાન્સફરને આડે કોરોના આવ્યો હતો

ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના બે એવા ડીપીટી-કંડલા અને ખાનગી જુથ સંચાલિત મુંદરા બંદર કચ્છમાં કાર્યરત છે. આ બંદરો દેશના અર્થતંત્રમાં પ્રાણ ફુકંવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. પરંતુ મુંદરા બંદર પર પાછલા કેટલાક સમયથી સરકારને મળવા પાત્ર કર-ડયુટીની રકમ ભેજાબાજ ટોળકી ઉસેળી જતી હોય તેવી રીતે એક પછી એક ગંભીર અને મસમોટા પ્રકારના મીસડીકલેરેશન કૌભાંડો સામે આવવા પામી રહ્યા છે.સરકારની રકમ પર લુંટ ન ચાલેી, ખોટા ધંધાઓ અટકે તે માટે બંદરો પર મોનીટરીંગ રાખવાને માટે કસ્ટમવીભાગ તૈનાત કરવામાં આવ્યુ છે. મુદરા કસ્ટમ વિભાગનુ પોસ્ટીંગ જે રીતે ક્રીમ પોસ્ટીગ જ મનાય છે તેમ અહી પાછલા અમુક સમયથી એક પછી એક આ કસ્ટમવિભાગના કાળાધોળા સામે આવવા પામી રહ્યા છે. કસ્ટમમાં અપ્રેઈઝર કક્ષાના અધિકારી લાંચ લેતા પકડાય, મુંદરા બંદરે રો સુગરના ૧૦૦થી વધુ કન્ટેઈરોમાં ગાલમેલ, તે પૈકીના જ એકમાં હોંગકાંગથી કચ્છ થઈ પાક તરફ જતી પરમાણુક સામગ્રી મળી આવે, તે ઉપરાંત તો કઈક કૌભાંડો પાછલા બેથી ત્રણ માસમાં જડપાયા અને હવે વ્હાઈટ કેરોસીનના મિસડીકલેરેશનનો મસમોટો ખુલાસો થવા પામી ચૂકયો છે જેની તપાસ અમદાવાદ ડીઆરઆઈ કરી જ રહી છે. ત્યારે હવે જાણકારો દ્વારા કહેવાય છે કે, મુંદરા કસ્ટમની લાપરવાહી અને ઢીલી અથવા તો ભ્રષ્ટ નીતીઓ થકી દેશના હુંડીયામણ પર તો લુંટ ચલાવાય જ છે પરંતુ રાષ્ટ્રહિત જોખમતા કિસ્સાઓ પણ બનવા પામી રહ્યા છે. આવા સમયે હવે મુંદરા કસ્ટમતંત્રમાં મુળીયાથી લઈ અને ટોપ સુધીમાં સામુહીક ફેરફારો કરવાનો સમય આવી ગયો છે. લાંબા સમયથી મુદરા કસ્ટમમાં સામુહીક બદલીઓ થવા પામી નથી. ગત વખતે જે કરવાની હતી તેમાં પણ કોરોના નડતર રૂપ બનતા થવા પામી શકી નથી. કસ્ટમના પલળેલા તત્વોની મદદ ઉપરાંત મિસડીકલેરેશન આચરી જ શકાય.તે વાત પણ ચોકકસ જ છે. મુંદરા કસ્ટમમાં એકસાથે સાગમટે બદલીઓ કરવી હવે ખુબજ જરૂરી બની છે. લાંબા સમયથી ચીટકીને બેઠા છે એકના એક અધીકારી-કર્મચારીઓ તેઓને બદલી અને મુદરા કસ્ટમવિભાગમા ધરમુળથી જ ફેરફાર કરવામાં આવે તે સમયની માંગ બની રહી છે.