ભુજ : રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી આજે કોરોના સંદર્ભેની સમીક્ષા માટે કચ્છ આવી પહોંચ્યા હતા. ત્યારે પ્રથમ મુંદરાના અદાણી એરપોર્ટ પર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુંદરા એરપોર્ટ પરથી હેલિકોપ્ટર મારફતે મુખ્યમંત્રી ભુજ આવ્યા હતા.

કચ્છની મુલાકાતે આવી પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે મુંદરાના અદાણી એરપોર્ટ પર પ્લેનમાંથી ઉતરાણ કર્યું હતું. મુંદરા આવી પહોંચેલા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મુંદરાના નવનિયુક્ત નગરપતિ કિશોરસિંહ પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ રાણીબેન ચાવડા, જિલ્લા ભાજપના મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવે, વાલજીભાઈ ટાપરીયા, અદાણી ગૃપના રક્ષિત શાહ, મુંદરા શહેર ભાજપ પ્રમુખ પ્રણવ જોષી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અદાણી એરપોર્ટ પર ખાસ પ્લેનમાંથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે ઉતરાણ કરી સ્થાનિક આગેવાનોનું અભિવાદન જીલ્યા બાદ હેલિકોપ્ટર મારફતે ભુજ પ્રસ્થાન કર્યું હતું.