મુંદરામાં સિનિયર સિવિલ જજ કોર્ટ મંજૂર થતા બાર એસો.એ આવકારી

તાત્કાલિક કોર્ટ શરૂ થાય તે માટે પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજને રૂબરૂમાં કરાશે રજૂઆત : મુંદરા બાર એસો.ની બેઠકમાં લેવાયો નિર્ણય

મુંદરા : બાર એસોસિએશનની તાકીદની બેઠક બાર અધ્યક્ષ રવિલાલ કે. મહેશ્વરીના પ્રમુખ પદે મળેલ હતી. બેઠકમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી ગુજરાત રાજ્યમાં કુલ ૪ર તાલુકા, રેવન્યુ સબ ડિવિઝન હેડ કવાર્ટર મધ્યે કુલ ટાઈમ કોર્ટસ ઓફ સિનિયર સિવિલ જજ કોર્ટની કાયમ માટે સ્થાપના કરવામાં આવેલ છે. જે પૈકી મુંદરા તાલુકા/ રેવન્યુ ડિવિઝન માટે ફૂલ ટાઈમની કાયમી સિનિયર સિવિલ જજની કોર્ટની સ્થાપના કરવામાં આવેલ છે. ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયને વધાવીને આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ હતી.  મુંદરા તાલુકામાં જમીન મકાનના ભાવોમાં વધારો થતા સિવિલ કેસોનો નાણાંકીય આંક રૂ. પ,૦૦, ૦૦૦ ઉપર થતાં લોકોને સિવિલ દાવો કરવા માટે ભુજ કોર્ટમાં હકુમત હોવાથી ભુજ મધ્યે દાવો દાખલ કરવા જવું પડતું હતું. તેથી લોકોને ખુબ જ મુશ્કેલીઓ ભોગવવી પડતી હતી. મુંદરા મધ્યે સિનિયર સિવિલ જજની કોર્ટ મળે તે માટે બાર તરફથી અવાર- નવાર રજૂઆતો થયેલ છે. જે રજૂઆત સંતોષાતા બાર સંતોષની લાગણી વ્યક્ત કરી છે.  મુંદરા કોર્ટનું બિલ્ડિંગ ૧ર વર્ષ અદ્યતન થયેલ છે. આ બિલ્ડિંગમાં સિનિયર સિવિલ જજ કોર્ટની કાયમી સિટિંગ થઈ શકે તેવી વિશાળ જગ્યા છે તથા સુવિધાઓ રહેલ છે. મુંદરા મધ્યે સિનિયર સિવિલ જજ કોર્ટની સ્થાપનામાં મુંદરા બાર તમામ રીતે સાથ સહકાર આપવા તૈયાર છે. તેથી ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના ફરમાન મુજબ મુંદરા મધ્યે તાત્કાલિક અસરથી સિનિયર સિવિલ જજ કોર્ટ તાત્કાલિક શરૂ થાય તે માટે ગુજરાત હાઈકોર્ટ તથા પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ ભુજને રૂબરૂમાં મળવાનું સર્વાનું મતે ઠરાવવામાં આવે છે. મિટિંગમાં મંત્રી ભાવનાબેન બારોટ, ઉપપ્રમુખ જે.એમ. સોલંકી, એમ.ઓ. ખત્રી, ભરતભાઈ, પી.ડી. જાડેજા, સિનિયર એડવોકેટ પ્રવીણભાઈ ગણાત્રા, વિશ્રામ ગઢવી, એ.જે. ભટ્ટ હજાર રહ્યા હતા. અને ચર્ચામાં ભાગ લીધેલ હતો.