મુંદરામાં સાતમ-આઠમના ર.૮૩ લાખના કેમિકલ ચોરનારા ત્રણ ઝડપાયા

image description

આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ ૧.૮૮ લાખનો જથ્થો રિકવર કરાયો

મુંદરા : આ શહેરમાં યુનિયન બેંકની પાછળ આવેલ ગોડાઉનમાંથી સાતમ-આઠમ દરમ્યાન અજાણ્યા શખ્સો મિથાઈલ કેમિકલના ર૩ ટીનની ઉઠાંતરી કરી ગયા હતા, જે કેસમાં પોલીસે ૩ શખ્સોની અટકાયત કરી છે.તસ્કરો બંધ ગોડાઉનના દરવાજાનું તાળું તોડી ઈન્ટેક ઓર્ગેનિક કંપનીના ર૩ કાર્ટુન કુલ કિંમત રૂા.ર.૮૩ લાખની ચોરી કરી ગયા હતા, જે કેસમાં પોલીસ ફરિયાદ થયા બાદ પીઆઈ મિતેષ બારોટ દ્વારા તપાસ કરી પોલીસ ટીમ દ્વારા ૩ શખ્સોની અટકાયત કરવામાં છે, જેમાં મુંદરાના ગુર્જરવાસમાં રહેતા મયુર રામજી ગોહિલ તેમજ મુંદરામાં મહેશનગરમાં રહેતા જયેશ રમેશ મહેશ્વરી અને ઉમિયાનગરમાં રહેતા રાજેશ ઉર્ફે રામ રામજી મહેશ્વરીની અટકાયત કરી તેઓ પાસેથી કુલ રૂા.૧.૮૮ લાખનો મુદ્દામાલ રિકવર કરાયો છે, જેમાં મિથાઈલ બ્રોમાઈટ કેમિકલના ૧૪ બોક્સ, સારથિ કેમ કંપનીના એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ કેમિકલના પપ ટીન તેમજ મિથાઈલ કેમિકલના ર૭ ટીન કબ્જે કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં પીઆઈ મિતેષ બારોટ તથા સ્ટાફના મહાવીરસિંહ જાડેજા, મહિપતસિંહ વાઘેલા, દર્શનભાઈ રાવલ, સિદ્ધરાજસિંહ ગોહિલ જોડાયા હતા.