મુંદરામાં વેપારીઓ સાથે ઠગાઈ કેસનો ભાગેડુ સદામ ઝડપાયો

મુંદરા : શહેરના વેપારીઓ પાસેથી ઈલેકટ્રીક ઉપકરણો ખરીદી બેલેન્સ વગરના ચેકો આપી ૧૮૦૪૦૦ની વિશ્વાસઘાત ઠગાઈ કેસના નાસતા ભાગતા આરોપીને પોલીસે ધરબોચી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૬-૬-૧૭થી ર-૭-૧૭ દરમ્યાન મુંદરાના બારોઈ રોડ સોની બજાર, શક્તિનગર વિગેરે વિસ્તારોમાં જુદા જુદા વેપારીઓ પાસેથી ઈલેકટ્રીક ઉપકરણો, ટીવી, એલઈડી તથા એસી તેમજ ઈન્વેટર, લેપટોપ, કોમ્પ્યુટર મળી ૧,૮૦,૪૦૦ની ખરીદી કરી વેપારીઓને બેલેન્સ વગરના ચેક પધરાવી વિશ્વાસઘાત ઠગાઈ કરી ગયા હતા. જે સંદર્ભે મુંદરા પોલીસ મથકે ફર્સ્ટ ૮૦/૧૭ આઈપીસી કલમ ૪૦૬, ૪ર૦, ૧૧૪ મુજબ ગુનો નોંધાયેલ જે ગુનામાં જે તે વખતે આરોપીઓને ઝડપી પાડી તમામ મુદ્દામાલ કબજે કરી લેવામાં આવેલ આ કેસમાં નાસતા ભાગતા આરોપી સદામ હુશેન મુસા ચબા (ઉ.વ. ૧૭) રહે વંડી તા. અંજારને પશ્ચિમ કચ્છ એસ.પી. એમ. એમ. ભરાડાના માર્ગદર્શન હેઠળ પીઆઈ બી.આર. ડાંગરની સુચનાથી પીએસઆઈ ટી.એ. પરમાર તથા સ્ટાફના કાનજીભાઈ આહીર, ભુજદાન ગઢવી, નિરૂભા ઝાલા, ખોડુભા ચુડાસમા, વાલાભાઈ આહીર, પ્રધ્યુમનસિંહ ગોહિલ, નિર્મલસિંહ જાડેજા, માણેક ગઢવી, શમીરભાઈ, કૃષ્ણદેવસીંહ વિગેરેએ બાતમીના આધારે પકડી પાડ્યો હતો.