મુંદરામાં વિદેશી ટીવી ચેનલનું ગેરકાયદેસર થતા શુટીંગને પોલીસે અટકાવ્યું

મુંદરા : મુંદરા બંદરે ભરાડી ઢુંવા ઉપર ઓસ્ટ્રેલિયન ટીવી ચેનલ એબીસીના પત્રકારો ગેરકાયદેસર રીતે શુટીંગ કરતા ભુજ એલસીબીએ અટકાવ્યું હતું અને બે પત્રકારો પાસેથી ૧૬ જીબી ડેટા ડિલીટ કરાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ઓસ્ટ્રલિયન ન્યુઝ ચેનલ બ્રોડકાસ્ટ કોર્પોરેશનની ટીમના ત્રણ સભ્યો જે પૈકી ર ઓસ્ટ્રેલિયન અને એક દિલ્હીનો આ ત્રણેય જણા ભરાડી ક્રીક અને ઢુંવા સહિતના વિસ્તારમાં ફોટોગ્રાફી અને વીડિયો શુટીંગ કરતા હોવાની માહિતી પશ્ચિમ કચ્છ એલસીબીને મળતા એલસીબીની ટીમે તાબડતોબ ઘટના સ્થળે ધસી ગઈ હતી. શુટીંગની પરવાનગી કે આધારો ન હોઈ અને ગેરકાયદેસર રીતે શુટીંગ કરતા હોવાનું જણાતા ઓસ્ટ્રેલિયન પત્રકારો લોંગ સ્ટેફન, લોંગ જેમ્સ તથા હેર્લીવેન જ્યોર્જીએ તથા દિલ્હીના નિહાર ગોખલે પાસેથી ૧૬ જીબી ડેટા ડિલીટ કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અદાણીનો ઓલ્ટ્રેલિયામાં વિવાદ ચાલતો હોઈ અને તે અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હોવાની ચર્ચાઓ મુન્દ્રા બંદરે વહેતી થવા પામી હતી.