મુંદરામાં વશીકરણ કરી મહિલાની સોનાની બંગડી ઉતારી લઈ ગઠીયો ફરાર

છાસવારે ચીલઝડપ-છેતરપીંડીના બનતા બનાવો ચિંતાજનક

મુંદરા : કચ્છમાં ઠગ ટોળકી સક્રિય બની હોય તેમ છેતરપીંડીના બનાવો રોજના બની જવા પામ્યા છે. જોકે એકયા બીજા કારણોસર આવા બનાવો પોલીસ ચોપડે ચડતા નથી પરંતુ આવા કિસ્સામાં પોલીસ સર્તક બને તે જરૂરી છે. ભુજમાં બે દિવસ પૂર્વે ૭૦ વર્ષિય વૃદ્ધા પાસે પાણી પીવાના બહાને બુરખાધારી મહિલાએ લૂંટનો પ્રયાસ કર્યાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં ગઈકાલે સાંજના સમયે બનેલી અને પોલીસ દફતરે નહી ચડેલી ઘટનાની માહિતી મુજબ ગઈકાલે મુંદરા શહેરના જેસરચોકમાં એક ખારવા મહિલા પાસે અજાણ્યા શખ્સોએ પીવા પાણી માગી કંઈક વશીકરણ જેવી કરામત કરી મહિલા હિપ્નોટાઈઝ થઈ જતા તેને હાથમાં પહેરેલ રૂપિયા ૭૦-૮૦ હજારની કિંમતની સોનાની બંગડી ઉતારી લઈ ગઠીયો ફરાર થઈ ગયો હતો. મહિલા સચેત થતા બંગડી ગયાની ખબર પડતા પરિવારજનોને બનાવની જાણ કરતા પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધર્યાનું જાણવા મળ્યું હતું.