મુંદરામાં ર કરોડના વિકાસ કામોના લોકાર્પણ : ૬૦ લાખના કામોનું ખાતમુહૂર્ત

મીમ્સ હોસ્પિટલનુંં ધારાસભ્ય દ્વારા ઉદ્દઘાટન : આદર્શ ટાવરથી એસ.ટી સુધી પેવર બ્લોક ગ્રામ પંચાયત નાખશે

 

મુંદરા : અદાણી પોર્ટના આગમન બાદ મુંદરા તાલુકાનો વિકાસ ઝડપથી થતું રહ્યું છે, ટૂંક સમયમાં ૧૦ કંપનીઓ પોતાનું રોકાણ કરશે, જેથી સ્થાનિક બેરોજગારોને રોજગારી મળશે. ક્ષત્રિય સમાજવાડીમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે રૂા. ર કરોડના થયેલા કામોનું લોકાર્પણ અને ૬૦ લાખ રૂા.ના ખાતમુહૂર્ત કરાયા હતા. ખાતમુહૂર્તની સાથે મીમ્સ હોસ્પિટલનુંં ધારાસભ્ય દ્વારા ઉદ્દઘાટન કરાયું હતું તેમજ આદર્શ ટાવરથી એસ.ટી સુધી પેવર બ્લોક ગ્રામ પંચાયત નાખશે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુંદરાના સરપંચ ધર્મેન્દ્રભાઈ જેસર જણાવ્યું હતું કે, પૂર્વ ધારાસભ્ય તારાચંદભાઈ છેડાના સમયમાં ઘણા વિકાસના કાર્યો ગામે ગામ થયા છે અને હાલના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ખુટતી કડી પુરી પાડશે. વધુ વિગતો આપતા જણાવ્યું કે, એમએલએ ૧૬,૯૮,પ૦૦, એમ.પી ર૧પ૭૭૦૦, એટીવીટી ૪૦ લાખ, સ્ટેમ્પ ડ્યુટી અને મુંદરા તા.પં.માંથી વિકાસના કામો માટે ગ્રાન્ટ મળી છે. વધુમાં ગામડાના સરપંચોનું એક સંગઠનની રચના કરાશે તેવું આ કાર્યક્રમ વેળાએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાનો સન્માન કરાયું હતું, જેમા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું મુંદરા ગ્રા.પં. સરપંચ ધર્મેન્દ્ર જેશર અને ઉપસરપંચ શ્રી ખોજા તેમજ દાનવીર વૈભવભાઈના હસ્તે સન્માન કરાયું હતું, તો સાંસદ વિનોદ ચાવડાનું હરિ ગોહિલ, જિ.પં.ના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાનું સરપંચ અને તલાટી હરિભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીનું વૈભવભાઈ, તા. પં.ના પ્રમુખ દશરથબા ચૌહાણનું સોનલબેન માલી, જિ.પં.ના છાયાબેન ગઢવીનું ભાવના બારોટ અને પ્રજ્ઞા પીઠડિયા સન્માન કર્યું હતું. આ કાર્યક્રમ વેળાએ ક્ષત્રિય સમાજે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું મુંદરા ક્ષત્રિય સમાજવતી મોબતસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જામ, હકુમતસિંહ જાડેજા, મહિપતસિંહ જાડેજા વગેરે સન્માન કર્યું હતું.
આ કાર્યક્રમ વેળાએ કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વર્ષો જુના માંડવીના પુલને નવો બનાવવાની રજૂઆત થઈ હતી, જે ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરતાં આ યોજનાનો સ્વીકાર મંજુરી આપી હતી. ભાજપના વિકાસમંત્ર અવિરત ચાલુ જ રહેશે. ધારાસભ્ય દ્વારા લોકસંપર્ક માટે કાર્યાલયને ખુલ્લુ મુકાયું છે, નાનામાં નાના માણસના કામો થશે, શિક્ષિત, બેરોજગારોને નોકરી મળી રહે તે પણ ધ્યાન પર લેવાશે., મુંદરામાં રૂા. ૬ કરોડના ખર્ચે ગટર, સીસી રોડ, પાણી જેવી જરૂરિયાતો પર ખાસ કામ કરાશે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ ભાજપ સરકારની લોકપ્રિય નીતિ પર સૌનો સાથ સૌનો વિકાસ સુત્ર સાથે વિકાસના કામો થશે. દેશના અન્ય રાજ્યોથી વધુ વિકાસના કામો ગુજરાતમાં થયા છે, ગામડા હવે શહેરીકરણ તરફ વધ્યા છે, જે ભાજપની નીતિ મુંદરામાં પીએચસી, ગટર, પાણી, સીસી રોડ સફાઈ થઈ રહી છે. ગામડાને મજબુત બનાવો તો જ દેશ મજબૂત બનશે, ખેડૂતો માટે અનેક યોજના આવી છે.
પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતુ કે, મુંદરા હવે પ્રગતિશીલ શહેર બનવા જઈ રહ્યું છે. સરકારની વિવિધ ગ્રાન્ટોથી ભારે વિકાસના કામો થઈ રહ્યા છે. આ પ્રસંગે મુંદરા તા.પં.ના પ્રમુખ દશરથબા ચૌહાણ, પૂર્વ પ્રમુખ રણજિતસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જામ, હકુમતસિંહ જાડેજા, કીર્તિ ગોર, મનીષાબેન કેશવાણી, વાલજી ટાપરિયા, દિગુભા (વડલા), રાજેન્દ્રસિંહ જાડેજા, ડાયાલાલ આહીર, વિજયસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, પ્રકાશ ઠક્કર, રાજુ સત્યમ, વિશ્રામ ગઢવી, ભુપેન મહેતા, અશોક મહેશ્વરી, શક્તિસિંહ જાડેજા, શિવુભા જાડેજા, વિરમ ગઢવી, દેવરાજ ગઢવી, નવલસિંહ વાઘેલા, સલીમ જત, પ્રણવ જોષી, રવાભાઈ આહીર, મજીદ તુર્ક, ગૌરાંગ ત્રિવેદી, હાર્દિક ગણાત્રા, ટીડીઓ, મામલતદાર, પ્રાંત અધિકારી ધીરૂભા જાડેજા, ગજુભા જાડેજા, પ્રધ્યુમસિંહ જાડેજા, ચાન્દુભા જાડેજા, શિવજી ઝાલા, ઉપેન્દ્રસિંહ જાડેજા, ખેંગાર ગઢવી, નટુભા જાડેજા, ખુશ્બુ શર્મા, ધારબેન ગોર, રીટાબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.