મુંદરામાં ભાજપના ર૦૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

માંડવી વિધાનસભા બેઠકના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને આગેવાનોએ આપ્યો આવકાર

 

મુંદરા : કચ્છમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર વેગવાન બની રહ્યો છે. સમગ્ર કચ્છમાં રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે મુંદરા તાલુકા વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પણ સક્રિય બન્યા છે. માંડવી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે શક્તિસિંહ ગોહિલને બહોળો આવકાર મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ર૦૦ જેટલા કાર્યકરોએ કોંગ્રેસ પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કરી ભાજપને છોડી કોંગ્રેસમાં જાડાયા હતા.
માંડવી વિધાનસભા બેઠકના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકોમાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો વિજયભાઈ ગઢવી, હાજી જુમાભાઈ રાયમા, નવલસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ જત, કિશોરસિંહ પરમાર, મીઠુભાઈ મહેશ્વરી, ભૂપેન્દ્રસિંહ જાડેજા, નારાણ સોંદરા, ચંદુભા જાડેજા, મુકેશ ગોર, હરેશ ઠક્કર, કપીલ કેસરિયા, હરિસિંહ જાડેજા, લખુરામ ગોરડિયા, યજુર્વેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત મહિલા કોંગ્રેસ, યુવા કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના હોદ્દેદારોએ ભાજપને છોડી કોંગ્રેસમાં જાડાયેલા કાર્યકરોને આવકાર આપ્યો હતો.
ભાજપ સરકારના કુશાસનથી કચ્છ અને રાજયની પ્રજા ત્રસ્ત બની છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો કારમો પરાજય થશે અને રાજ્યમાં કોંગ્રેસનું શાસન જંગી બહુમતી સાથે સ્થાપાશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. ભાજપની નીતી રીતીથી ત્રસ્ત વધુ કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં જાડાશે તેવો આશાવાદ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારોએ વ્યક્ત કર્યો હતો.