એકસપોર્ટના નિયમોમાં ગાલમેલ કરનાર પાર્ટી-સીએચએના કારનામા પર મુંદરા કસ્ટમ-એસઆઈબી વિંગ, જીએસટી સહિતનાઓએ સામુહીક રીતે છાનબીન આદરી હોવાનો વર્તારો : ફેકટરી સ્ટફીંગના બદલે બારોબાર પોર્ટ પરથી જ ખાંડના કન્ટેઈનરો સગેવગે કરી દેવાના ખેલ પર હાલતુરંત લાગી ગયો બ્રેક : સીએચએ-નિકાસકાર પાર્ટી સહિતનાઓ પાસે ક્રોસ વેરીફીકેશનની કાર્યવાહીનો ચાલતો વ્યાયામ

ફેકટરી સ્ટફીંગ માટે કન્ટેઈનરો લાવવાના બદલે એસઈઝેડમાંથી જ બારોબાર કન્ટેઈનરો રવાના કરવામા આવતા હોવાની કસ્ટમને જાણ થતા ત્વરિત ૧૦૦થી વધુ વાહનો-કન્ટેઈનરો સીલ કરી દેવાયાની છે ચકચાર

ગાંધીધામ : કચ્છના કસ્ટમતંત્રમાં કયાંક ને કયાંક ફરીથી મોટા પ્રમાણમાં કાળાધોળા કરવામા આવતા હોવાની ઘટનાઓ પાછલા એકાદ બે માસમાં મોટાપાયે બહાર આવવા પામી ગઈ હતી અને ગુજરાત રાજયના કસ્ટમવીભાગના ચીફ શ્રી અજય ઉબાલેથી ખુદ અહી દોડી આવી અને કડકાઈભરી લાલઆંખ કર્યા બાદ હવે જાણે કે કસ્ટમતંત્ર અહીનુ આળસ મરડી અને આવા કૌભાડી કારનામાઓ પર બરાબરની વોચ રાખવા સતર્ક થયુ હોય તેમ પાછલા બેથી ત્રણ દીવસ પહેલા જ મુંદરા પોર્ટ પર કસ્ટમવીભાગ દ્વારા સપાટો બોલાવતી કામગીરી કરી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર મુંદરામાંથી સુગરના ૧૦૦ જેટલા કન્ટેઈનરો કસ્ટમવિભાગ દ્વારા ગત સોમવારના રોજ અટકાવી અને તસપાના સ્કેનર-રડારમાં લઈ લેવામા આવ્યા છે. આ બાબતે મળતી માહીતી અનુસાર અહીથી ૧૦૦ જેટલા સુગરના કન્ટેઈનરો ફેકટરી સ્ટફીંગ કરવાના બદલે સીધે સીધા બારોબાર જ એકસપોર્ટ કરવાની ફિરાકમાં રહેલા હતા અથવા તો એકસપોર્ટ સીધા જ કરવાની વેતરણ ચાલતી હતી તે જ વેળાએ મુંદરા કસ્ટમ વિભાગ, એસઆઈબી વિંગ સહિતનાઓ ધસી ગયા હતા અને નિયમ અનુસારનું પ્રાથમિક ક્રોસ વેરીફીકેશન કરવામાં આવતા જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ થવા પામી શકયા ન હતા અને ૧૦૦ જેટલા કન્ટેઈનરોને હાલતુરંત અટકાવી દેવામા આવ્યા છે અને તેની છાનબીન હાથ ધરવામા આવી રહી છીે. જાણકારો દ્વારા એવી લાલબત્તી ધરવામા આવી રહી છે કે, સમગ્ર પ્રકરણમાં હકીકતમાં ફેકટરી સ્ટફીંગ કન્ટેઈનર હોય તો નિર્ધારીત ગોડાઉનમાં તેને લઈ જવુ પડે એન તે ત્યા આગળ દસ્તાવેજો તથા ગુડજની ચકાસણીઓ કસ્ટમ અને એકસાઇજના અધિકારીઓ દ્વારા વેરીફાઈડ કરવામા આવતી હોય છે જે બાદ સીલ-સ્ટેમ્પ લાગતા હોય છે. પરંતુ આમ ન કરી અને સબંધિત પાર્ટી દ્વારા ડાયરેકટ જ પોર્ટ પર આ કન્ટઈનરો લઈ જવામાં આવ્યા હતા અને તેથી જ અહી કસ્ટમ ડયુટીચોરી સહિતના કારનામાઓ પ્રાથમિક તબક્કે સામે આવવા પામી રહ્યા છે. જો કે, હાલતુરંત તો તપાસ ચાલી રહી છે ત્યારે તપાસના અંતે જ આ આખાય પ્રકરણમાં શુ રંધાયુ હતુ તે બહાર આવવા પામી શકે તેમ છે. જરૂર છે કે, કસ્ટમવિભાગ આ કેસમાં કડક અને તટસ્થ તપાસ કરે.