મુંદરામાં ટ્રેઈલરે છકડાને હડફેટમાં લેતા યુવાનનું મોત

રંગોલી સર્કલ પાસે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં સુખપરના છકડા ચાલકે ગુમાવ્યો જીવ

(ક્રાઈમ પ્રતિનિધિ)મુંદરા : અહીંના રંગોલી સર્કલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેઈલર ચાલકે છકડાને હડફેટમાં લેતા મુંદરાના સુખપર ગામે રહેતા છકડા ચાલકનું કરૂણ મોત નિપજયું હતું. બનાવને પગલે મુંદરા પોલીસે હતભાગીના મૃતદેહને પીએમ માટે ખસેડી વિધિવત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ મુંદરામાં આવેલા રંગોલી સર્કલ નજીક આવેલી મોમાય હોટલની સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ વેગે દોડતા ટ્રેઈલરે છકડાને હડફેટમાં લેતા સુખપરમાં રહેતા ર૬ વર્ષિય ઈબ્રાહીમ આમદ તુમારીયા નામના યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું. બનાવને પગલે મુંદરા પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ બનાવ સ્થળે ધસી ગઈ હતી. હતભાગીના મૃતદેહને ગત મોડી સાંજે પીએમ માટે ખસેડી પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી. બનાવ અંગે આજે મુંદરા પોલીસે વિધિવત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે