મુંદરામાં કસ્ટમના કાળા-ધોળાનો વધુ એક ખુલાસો

મિસડીકલેરેશનકાંડમાં કસ્ટમના ભ્રષ્ટ તત્વોની ભુંડી ભૂમિકા ખુલ્લી : કેન્દ્રીય એજન્સીઓે કન્ટેઈનર અટકાવાવના આદેશ આપ્યા છતા રવાના કરી દેનારા ઈન્સપેટકર અને એસપી સસ્પેન્ડ કરાયા પરંતુ સવામણનો સવાલ એ જ થાય છે કે, આ શખ્સો માત્ર આટલુ મોટુ કારસ્તાન આચરી શકે છે ખરા? તેઓની સાથેની સિન્ડીકેટને તોડવી પણ જરૂરી

ગાંધીધામ : કચ્છમાં દરીયાઈ હેર-ફેર પર સરકારના કરપાત્ર રકમ પર કોઈ જ ચેડા કરવામા ન આવે તેની ચોકકસાઈ પૂર્વક મોનીટરીંગ કરવાને માટ્‌ે જે એજન્સી તૈનાત કરવામા આવી છે તેવા કસ્ટમવિભાગમાં જ કાળાધોળાનો ગ્રાફ હવે કચ્છમાં વધી રહ્યો હોય તેવો તાલ સામે આવવા પામી રહ્યો છે. હજુ તો કચ્છના મુંદરા બંદરેથી જ અહી કસ્ટમવિભાગના એસઆઈઆઈબી વિંગના ડેપ્યુટી કમિશ્નર સંદીપ સીંગ લાખોની લાંચના કેસમાં સપડાયા અને તે પછી જ અન્ય એક ઘટનાક્રમમાં પણ વધુ ત્રણ જેટલા અહીના જ કસ્ટમ અધિકારીઓના નામો પણ ભ્રષ્ટાચાર સબબ જ બહાર આવવાના અહેવાલો સમ્યા નથી ત્યા ફરીથી વધુ એક મિસડીકલેરેશન કૌભાંડમાં મુંદરા કસ્ટમમાં સેવારત કસ્ટમના બે અધિકારીઓની સસ્પેન્ડ કરી દેવામા આવ્યા હોવાના અહેવાલો બહારઆવવા પામી રહ્યા છે.
તેની સાથે જ અહી ધમધમતા કાળાધોળાઓના પ્રકરણમાં વધુ એકના ખુલાસા સાથે ઉમેરો થવા પામી ગયો રહ્યો છે. મુંદરા બંદર પરથી તાજેતરમાં જ ડીઆરઆઈ દ્વારા મીસડીકલેરેશનકૌભાંડનો પર્દાફાશ કર્યો હતો જેમા જાહેર કર્યા ઉપરાંતના તગડી ડયુટીવાળા ચીજવસ્તુઓ પણ મળી આવ્યા હતા અને તેમાં ચોકાવનારી વાત તો એ સામે આવી હતી કે ડીઆરઆઈ દ્વારા કન્ટેઈનરોને અટકાવાવના આદેશ અપાયા છતા પણ મુંદરા કસ્ટમ દ્વારા તેને કલીયર કરી દેવામા આવ્યા હતા.
પ્રાથમીક તપાસમાં આવા પ્રકરણમાં મુંદરા કસ્ટમના બે ભ્રષ્ટ તત્વોની હકાલપટ્ટી કરવામા આવી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. કેન્દ્ર સરકારની એજન્સીએ રૂકજાવનો આદેશ આપ્યા બાદ પણ સુચીત કનટેનરોમાંથી શીપીંગ બીલમાં દર્શાવેલ સામથગ્રીથી દસ ટકાથી વધારેની વસ્તુઓ વિપરીત નીકળતા તે સમયે ફરજ બજાવતા કસ્ટમ ઈન્સપેકટર આનંદકુમાર અને સુપ્રીટેન્ડેન્ટ પશુપતિાથને ફરજ પર બેદરકારી દાખવ્યા બદલ કંડલા કસ્ટમે સસ્પેન્ડ કર્યાના અહેવાલો બહાર આવવા પામી રહ્યા છે. મુંદરા કસ્ટમમાં ડેપ્યુટી કમિશ્નર લાંચ લેતા ઝડપાયા તે પછી એસપી અને અપ્રેઈઝર કક્ષાના ત્રણ અધિકારીઓ ઝડપી લેવાયા બાદ હવે વધુ એક મિસડીકલેરેશનકૌભાંડમાં કસ્ટમના બે અધિકારીઓની મલીન ગતીવીધીઓ છત્તી થઈ છે તેવા સમયે માત્ર ખાતાકીય તપાસ હાથ ધરી અને આબાદ છોડી દેવાના બદલે આવા કસ્ટમના ભ્રષ્ટ તત્વો સાથે કડક હાથે કાર્યવાહી હાથ ધરી અને લાલઆંખ જ કરી દેખાડવી જાઈઅ તેજ સમયનો તકાજા બની જવા પામી રહ્યો છે.