મુંદરામાં આંકડાનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

મુંદરા : શહેરના હરીનગરમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા શખ્સને પોલીસે ધરબોચી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મુંદરા પીઆઈ એમ.એન. ચૌહાણના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પ્રદિપસિંહ ઝાલા, વાલાભાઈ ગોપાલ, ખોડુભા ચુડાસમા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમીના આધારે હરીનગરમાં આવેલ ઈમામ ચોક પાસે જાહેરમાં આંક ફેર બોલી જુગાર રમાડતા રઝાક મુસ્તાક સમેજા (ઉ.વ. રપ)ને રોકડા રૂપિયા ૧૧પ૦ તથા મોબાઈલ નંગ ૧ એમ કુલ ૬૧પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સલાખો પાછળ ધકેલી દિધો હતો.