મુંદરામાં અજાણ્યા વાહન હડફેટે 35 વર્ષિય અજાણી મહિલાનું મોત

મહિલાની ઓળખ માટે પોલીસ દ્વારા હાથ ધરાઈ તપાસ : નવા સૂચિત રોડ પર બની ઘટના

મુંદરા : શહેરમાં ગત મોડી રાત્રે ભારે ગાજવીજ અને વીજળીના ચમકારા વચ્ચે વરસાદ પડ્યો હતો. ત્યારે મુંદરા નજીક નવા સૂચિત રોડ પર શાંતિ વન પાછળના રોડ પર 35 વર્ષિય અજાણી મહિલાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મહિલાનું સ્થળ પર મોત થયું હતું. બનાવ અંગે મુંદરા પોલીસ મથકના પીએસઆઈ શામતભાઈ મહેશ્વરી અને રાઇટર સંજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અજાણી મહિલા 35 વર્ષના છે. પંજાબી ડ્રેસ પહેરેલ છે.. હાથ પર રંજન લખેલું છે. જો કોઈ સગા સંબંધી હોય  તો મુન્દ્રા પોલીસ મથકના 02838–222121 પર સંપર્ક કરવા જણાવ્યું હતું.. હતભાગીનું પીએમ કરાયા બાદ તેમનો મૃતદેહ મુંદરાની અદાણી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે.