મુંદરાની યુવતીની ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવાતા ફરિયાદ

મુંદરાના એડવોકેટ નોટરીએ ભચાઉના આંબલીયારાના શખ્સ સામે આઈટી એકટ સહિતની કલમો તળે ગુનો નોંધાવ્યો

મુંદરા : અહીંના એડવોકેટ અને નોટરીની ભત્રીજીના નામની ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીનો સતત પીછો કરનાર ભચાઉના આંબલીયારાના શખ્સ સામે ગુનો નોધાયો હતો. મુંદરાના વકીલે આઈટી એકટ સહિતની કલમો તળે ગુનો નોંધાવતા પોલીસે તપાસ આદરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મુંદરાના એડવોકેટ નોટરીએ ભચાઉના આંબલીયારા ગામે રહેતા રામજી દુદાભાઈ સોનારા નામના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની ભત્રીજીના નામની ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને સાહેદનો ફોટો ગ્રાફસ રાખી તેની પ્રસિદ્ધિ કરી હતી, તેમજ આરોપીએ સાહેદને તેની સાથે સબંધ રાખવા માટે સતત ઈલેકટ્રોનિક માધ્યમો પર પીછો કર્યો હતો. જેને પગલે મુંદરાના એડવોકેટ નોટરીએ આઈટી એકટ સહિતની કલમો તળે ગુનો નોધાવતા મુંદરા પીઆઈ એમ. બી. જાનીએ આગળની તપાસ હાથ ધરી છે.