મુંદરાના વાઘુરામાંથી ત્રણ લાખનો દારૂ – બીયર ઝડપાયો

મુંદરા પોલીસે પાડેલા દરોડામાં વાઘુરાના પ્રૌઢની ધરપકડ અન્ય ચાર ઈસમો પોલીસને હાથ ન લાગ્યા

મુંદરા : તાલુકાના વાઘુરા ગામે આવેલી વાડીમાં સીમેન્ટના પતરાની બનાવેલી ઓરડીમાં ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે રખાયેલા દારૂ – બીયરના જથ્થા પર પશ્ચિમ કચ્છ એલસીબીએ બાતમીને આધારે દરોડો પાડયો હતો. પોલીસની રેઈડમાં ૩,૦૩,૬૦૦/-નો દારૂ – બીયર ઝડપી પાડવામાં આવ્યો હતો, જયારે વાડી માલિક પ્રૌઢની ધરપકડ કરાઈ હતી, તો અન્ય ચાર ઈસમો પોલીસને હાથ લાગ્યા ન હતા.પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ બોર્ડર રેન્જ આઈજીપી જે. આર. મોથલીયા તેમજ ઈન્ચાર્જ એસપી મયુર પાટીલની સુચનાથી પશ્ચિમ કચ્છ એલસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમ્યાન મળેલી બાતમીને આધારે મુંદરાના વાઘુરા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપી પચાણ નારાણભાઈ ચાવડા વાઘુરા ગામની ઉતર બાજુએ સોમેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલ તેમની વાડીમાં બનાવેલ પતરાની ઓરડીમાં દારૂ – બીયર છુપાવીને રાખ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી, જેને આધારે પોલીસે દરોડો પાડી રૂપિયા ૧,૭૬,૪૦૦ની કિંમતની પ૦૪ નંગ દારૂની બોટલ તેમજ ૧,ર૭,ર૦૦ ની કિંમતના ૧ર૭ર નંગ બીયરના ટીન મળીને કુલ્લ ૩,૦૩,૬૦૦નો પ્રોહી મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. ગેરકાયદેસર રીતે દારૂનું વેંચાણ કરાતું હોવાથી આરોપી મનીષ નારાણ જરૂ અને અન્ય ત્રણ ઈસમો બે ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે આવ્યા હતા. જો કે તેઓ પોલીસને હાથ લાગ્યા ન હતા. પોલીસે બનાવ સ્થળેથી શરાબ ઉપરાંત જી.જે.૧ર.ઈ.સી. ૧૪૭૪ નંબરની રૂા. રર,પ૦૦ની મોટર સાયકલ કબજે કરી હતી. તેમજ એક મોબાઈલ મળીને કુલ્લ ૩,ર૮,૯૦૦/-નો મુદ્દામાલ એલસીબીએ કબજે કરી મુંદરા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.