મુંદરાના લોકોની રજૂઆતો માટે સદાય તત્પર રહીશ : મેવાણી

મુંદરા : ડો. બાબા સાહેબ આબેડકર સર્કલ પાસે વડગામનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની જાહેર સભા યોજાઈ હતી. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છના નેજા હેઠળ આ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
મુંદરામાં આવી પહોચેલા જીજ્ઞેશ મેવાણીનું કિશોર પિંગોલ, સલીમ જત, કિશોરસિંહ પરમાર, ભરત પાતારિયા, કાન્તાબેન સોધમ, દામજી સોધમ, ભચુભાઈ પિંગોલ, મીઠુંભાઈ મહેશ્વરી દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. સભામાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક વક્તવ્યો આપ્યા હતા. મુંદરા ખાતે યોજાયેલી સભામાં જીગ્નેશ મેવાણીએ કચ્છની ભાતીગળ સંસ્કૃતિ અંગે વાત કરી હતી તેમજ સ્થાનિકે સ્થપાયેલા ઉદ્યોગ કચ્છની પ્રજા માટે કેન્સરની બિમારી સમાન છે તેવા પ્રહારો કર્યા હતા. તેમણે મુંદરાનાં માલધારીઓ, ખેડૂતો, માછીમારો, સ્થાનિક બેરોજગાર લોકોના પ્રશ્નો દૂર કરવાની ખાતરી આપી હતી. કચ્છમાં ખનિજચોરી, ચેરિયાઓનું ખનન, તેમજ અન્ય સમસ્યાઓનો ઉલ્લેખ કરીને તેને અટકાવવા માટે માટે ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે તેવુ જણાવ્યુ હતુ.
આ પ્રસંગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છનાં પ્રમુખ નરેશ મહેશ્વરી, કાનજીભાઈ સોંધરા, પચાણ મહેશ્વરી, મગન ધુઆ, હરેશ મોથારિયા, ભવાન સોંધમ સહિતનાં અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.