મુંદરાના મોખા ટોલગેટ પરથી કરાતા ઉઘરાણા બંધ કરો

મુંદરા : તાલુકાના મોખા ચોકડી પાસે બનાવાયેલા ટોલગેટમાંથી ફરી પાછા ઉઘરાણા કરવાની શરૂઆત થઈ ગઈ હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ અંગે ટોલટેકસના સંચાલકોને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. મોખા ટોલગેટના સંચાલકો દ્વારા નિયમોને નેવે મુકીને ટોલ ફી ઉઘરાવવામાં આવી રહી હોવાના આક્ષેપો ઉઠયા છે. સમા અબ્દુલ મજીદ સહિતનાઓ દ્વારા રજૂઆત કરીને ૮૦થી ૧૦૦ રૂપિયાનું ઉઘરાણુ કરવામાં આવી રહ્યું છે. ટોલગેટથી ર૦ કિ.મિ.ની હદમાં આવતા વાહન માલિકો પાસેથી પણ વસુલાત કરવામાં આવે છે. અગાઉ લોકલ ગાડીઓને પાસ બનાવી આપવામાં આવ્યા હતા. જેમાં ટોલટેકસને એક વર્ષ પૂર્ણ થયા બાદ પાસ રિન્યુ કરવામાં કે નવો કરાવવામાં ઠાગા ઠૈયા કરવામાં આવે છે અને ટોલ ફીનું ઉઘરાણુ કરાઈ રહ્યું છે ત્યારે સંચાલકોને રજૂઆત કરીને ખોટા ઉઘરાણા બંધ કરાય તેવી માંગ ઉઠી છે. અન્યથા આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. આ રજૂઆત વેળાએ કાનજીભાઈ સોંધરા, નવીન ફફલ, ગુલામભાઈ ખોજા, અબ્દુલ મજીદ સમા, સલીમભાઈ હનીફ આરબ સહિતના લોકો દ્વારા રજૂઆત કરાઈ હતી.