મુંદરાના નાના કપાયામાં જીંદાલ શો કંપનીની દાદાગીરી : જોહુકમીભર્યા આતંક સામે લડતનો મંડાતો મોરચો

જીંદાલ કંપનીની દાદાગીરી સામે કચ્છ કલેકટરને જાગૃત નાગરીકે આપ્યું લેખિતમાં આવેદન-ફરિયાદ : સરકારની
નીતિ-રીતિઓના કંપની દ્વારા ખુલ્લેઆમ થતા ધજાગરા : ગેરકાયદેસર પાણીના બોર, પંચાયત-તંત્રની મંજુરી વિના જ વિશાળ કોલોનીના બાંધકામ, રાજમાર્ગ પર ગેરકાયદેસ અડીંગો, સ્થાનિકના લોકોને રોજગારીમાં ઠેંગો સહિતના મામલે કરાઈ ફરિયાદ : કંપનીના વર્તમાન એચઆર એસ.કે. યાદવની વ્હાલા-દવલા નીતિ સામે ઉઠયા મોટા આક્ષેપો

આક્ષેપો પાયાવિહોણા છે, વ્યકિતગત રાગદ્રેષથી આક્ષેપો કરાયા છે, કંપની ધારાધોરણો અનુસાર જ ચાલી રહી છે, અમે કાયદાકીય પાસાઓ ચકાસી ચોકકસથી ફરિયાદકર્તાને આપીશું જવાબ : શ્રી યાદવ (એચઆર મેનેજર, જીંદાલ-શો પાઈપ નાના કપાયા)

ગાંધીધામ : મુંદરા તાલુકાના નાના કપાયા ગામે આવેલ જિંદાલ સો પાઈપ કંપનીમાં સ્થાનીકના અધિકારીઓ દ્વારા ખુલ્લેઆમ દાદાગીરી પૂર્વક બેફામ રીતે આતંક જ વર્તાવાઈ રહ્યો હોવાની ફરીયાદ અહીના જાગૃત નાગરીક અને ગ્રામ પંચાયતના સભ્ય સામજીભાઈ લાખાભાઈ સાધમ દ્વારા કલેકટરને આપી છે. ફરીયાદમા તેઓએ દર્શાવેલા આક્ષેપો અનુસાર હાલમાં નાના કપાયામાં ફરીયાદીના પત્ની સરપંચ તરીકે છે અને ફરીયાદ ખુદ દોઢદાયકા સુધી સરપંચ પદે સેવા આપી ચૂકયા છે. ફરીયાદી વર્ષ ર૦૦રમાં સરપંચ તરીકે ચુંટાઈ આવેલ ત્યારે જીન્દાલ શો પાઈપ કંપનીમા એક પણ માસણ લોકલ ન હતો ત્યારે તેઓએ કંપનીને લેખીતમાં સ્થાનિકના લોકો કંપનીમાં કેમ નથી લેવાતા તેવા સવાલ કરાયા હતા. તે વખતે આ કંપનીમા મેનેજર તરીકે ફરજ બજાવતા પંકજ ગુપ્તા દ્વારા ફરીયાદ પર પોલીસ કેસ કરાવી દેવામા આવ્યો હતો. જેના અનુસંધાન કંપનીમા લોકલ માણસોને રાખવા માટે કંપની સામે ફરીયાદી ઉપવાસ પર ત્રણ દીવસ સુધી ધરણા કર્યા ત્યારે મુંદરા મામલતદારશ્રીએ ઉપવાસીઓની મુલાકાત લીધેલ તેમા ત્રણ મજુરાોની હાલત બહુ ગંભીર હતી. સરકારી ડોકટર બોલાવી ત્રણ જણને હોસ્પિટલ ખસેડવામા આમવેલ હતા. ત્યારે સમાધાન કરીને નાના કપાયા ગામના લોકોને નોકરીમાં રાખેલ તે તારીખ ર૬-૩-ર૦૦૪ બપોરે રઃ૩૦ મીનીટ ત્યાર બાદ સો પાઈપમા મેનેજરની બદલી થયેલ ત્યારે એચઆર મેનેજર એસ.કે. યાદવ આવેલ અને એમના દલાલ અને ગુંડાઓ રાખેલ છે. કોઈપણ લેબર પોતાનો હકક માંગે તો ગુંડાઓ પાસે માર પીટ કરાવી રહ્યા છે. અને ગાડીથી ગાંધીધામ મુકી આવે છે અને કોરાકાગળ પર સહીઓ કરાવી લેવામા આવી રહી છે. આતો મોટી કંપની છે, તમે શુ કરી શકશો તેમ કહી મજુરોને ધમકાવવામા આવે છે. નાના કપાયા અને લોકલ બારવાળા હિન્દીવાસી કોઈને ૧૦ વરસ કે બાર વર્ષ થયા છે કંપનીના રંલમાં નથી. પોતાના દલાલના માણસોને તેમને બે મહીના થયા હોય તો પણ કંપનીના પેરોલ પર લઈ લેવામા આવે છે. ફરીયાદી શ્રી સામજીભાઈ સોધમે વધુમાં જણાવ્યા તે અનુસાર નાના કપાયાના વિક્રમ ગઢવી, માણસી ગઢવી, રવિ સોધમ, પ્રમેજી મેઘજી ધેડા, વિરમ મેઘરાજ ગઢવી, કરસન મેઘરાજ ગઢવી, ખીમરાજ મેઘરાજ ગઢવી, વેલજી ખેતા પાતારીયા, અંદાજે ર૦થી રપ જણ છેલ્લા ૧૦ વર્ષથી કંપનીમાં કામ કરે છે. અને બે વરસ પહેલા કપની રૂલમા કરવામા આવેલ હતા ત્યારે ૧પ૦ માણસો કંપનીના રંલમાં કરવામા આવ્યા હતા ત્યારથી ફરીયાદીને આશ્વાસન આપવામા આવે છે કે આજદી સુધી આ મજુરાને કંપનીના પેરેાલમા નથી કરવામા આવતા અને ડયુટી પણ ઘટાડી દેવામા આવી છે. એચઆર મેનેજર પદે જયારથી એસ કે યાદવ આવ્યા છે ત્યારથી જાતિવાદ આચરી રહ્યા છે. નાના કપાયા ગામે કંપની દ્વારા મેડીકલ સહાય, આરોગ્ય કેમ્પ હજુ સુધી યોજેલ નથી. સીએસઆરના ભાગ રૂપે શિક્ષણક્ષેત્રમાં પણ એસ કે યાદવના આવ્યા બાદ કંપનીએ કોઈ જ કામ કરેલ નથી.સ્થાનિકના લોકોને રોજગારી આપેલ નથી. ગેરકાયદેસર બાંધકામ કરી રાજશાહી સમયનો રાજમાગ કંપનીની અંદર દબાવી બાંધકામ કરી લીધેલ છે. સરકારી જમીન ર૦૭ પૈકી તેમા પણ ગેરકાયદેસર બાંધકામ કરેલ છે. પચાયતે ઘણી વખત નોટીસો આપી કંપની કોઈ વાત સાંભળવા તૈયાર નથી. કંપનીનુ ગંદુ કેમીકલ યુકત પાણી આસપાસના કુદરતી વહેણને નુકસાન પહોચાડી રહ્યુ છે. કેમીકલ યુકત ગંદા પાણીથી ગ્રામલોકાના સ્વાસ્થય પર વિપરીત અસર પડી રહી છે. કંપનીની અંદર પાણીના ગેરકાયદેસર બોર કરી દીધેલ છે. જેનાથી આસપાસની જનીમોના પાણીના તળ વધુને વધુ ઉંડા ઉતરી ગયા છે. કંપની અંદર કોલોની બાનાવી દેવામા આવી છે તે પણ તદન ગેરકાયદેસર જ છે. પંચાયતની કોઈ પણ પ્રકારની મંજુરી લેવામ આવી નથી. સરકારી ટેક્ષની પણ મોટાપાયે ચોરી કરી રહી છે. ફરીયાદી સામજીભાઈ સોધમ દ્વારા રજુઆતમા ચીમકી ઉચ્ચારી છે અને જો કંપનીની જોહુકમી, દાદાગીરી ભર્યો આતંક અટકાવાશે નહી તો ગાંધી ચીંધ્યા માર્ગે લડત છેડવામા આવશે તેવુ સામજીભાઈ લાખાભાઈ સોધમની યાદીમાં જણાવાયુ છે.તો વળી આ બાબતે નાના કપાયા જીંદાલ શો પાઈપના એચ આર મેનેજર શ્રી એસ કે યાદવને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, ફરીયાદમાં થયેલ આક્ષેપો પાયાવિહોણા છે. આ બાબતે અમે કાયદાકીય રીતે કાર્યવાહીના પાસાઓ ચકાસી રહ્યા છીએ. વ્યકિતગત રાગદ્રેષમાં કંપનીને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનુ શ્રી યાદવે જણાવ્યુ હતુ.