મુંદરાના નાના કપાયામાં કારમાંથી દારૂની બાટલી સાથે બે શખ્સો જબ્બે

મુંદરા : તાલુકાના નાના કપાયા હાઈવે પર શાંતિવન કોલોની પાસેથી પોલીસે અલ્ટો કારમાંથી દારૂની બોટલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મુંદરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જીજે. ૧ર. સીપી. ૯૪૬પ નંબરની અલ્ટો કારમાં દારૂની બોટલ લઈને જતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. આરોપી દેવરાજ કાનજી બાતીયા અને અશ્વિન નારાણ માતંગની ધરપકડ કરાઈ હતી. પોલીસે એક લાખની કાર અને દારૂની એક બોટલ કબ્જે કરીને આગળની તપાસ હાથ ધરી છે.