મુંદરાના ધ્રબમાં પૈસાની લેતી દેતી બાબતે યુવાન પર છરીથી હુમલો

મુંદરા : તાલુકાના ધ્રબમાં જીઆઈડીસીમાં પૈસાની લેતી દેતી બાબતે યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરાયો હતો. બનાવને પગલે મુંદરા પોલીસ મથકે 307 સહિતની કલમો તળે ફરિયાદ નોંધાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ બિહારના અને હાલ ધ્રબ જીઆઈડીસીમાં મજૂરી કરતા તેજુ ઉદગાર મુખીયાએ દયાશંકર ગણેશ મુખીયા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદીને આરોપી પાસેથી લેવાના થતા પૈસાની માંગણી કરતા ઉશ્કેરાયેલા આરોપીએ છરી વડે હુમલો કરીને પેટના ભાગે ઘા ઝીંકી દીધો હતો. બનાવને પગલે ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો હતો. મુંદરા પોલીસ મથકે ગુનો નોંધાતા મુંદરા પીઆઈ એમ.બી. જાનીએ આગળની તપાસ હાથ ધરી છે.