મુંદરાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ લોક દરબારમાં સાંભળી રજૂઆતો

મુંદરા : અહીંના રાજપૂત ક્ષત્રિય સમાજ વાડીમાં માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના લોકસંપર્ક કાર્યાલયનું તાજેતરમાં ઉદઘાટન થયું હતું ત્યારબાદ લોક સંપર્ક કાર્યાલયમાં ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા.આ લોકસંપર્ક કાર્યક્રમમાં પાર્ટીના તાલુકા પ્રમુખ વાલજીભાઈ ટાપરિયા, મુંદરા શહેર પ્રમુખ પ્રણવ જોશી, છાયાબેન ગઢવી, રણજીતસિંહ જાડેજા સહિત અનેક વરિષ્ઠ નાગરિકો હાજર રહ્યા હતા. મુન્દ્રાની રાજપૂત ક્ષત્રિય સમાજ વાડીમાં ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના લોકસંપર્ક કાર્યાલયમાં પ્રથમ લોક દરબાર યોજાયો હતો અને તાલુકાના વિવિધ ગામોમાંથી લોકોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી, ધારાસભ્યએ તમામ પ્રશ્નો સાંભળીને તેનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
આ લોક દરબારમાં ભાજપના કીર્તિ રાજગોર, ડાહ્યાલાલ આહિર, તાલુકા પંચાયત પ્રમુખ દશરથબા ચૌહાણ, ઉપપ્રમુખ ખેંગાર ગિલવા, મુન્દ્રા ગ્રામ પંચાયત સરપંચ ધર્મેન્દ્ર જેસર, મુન્દ્રા તાલુકા યુવા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.