મુંદરાના ચકચારી ખૂન કેસમાં આરોપીઓના જામીન મંજૂર

મુંદરા : મુંદરાના ચકચારી નંદીમ અજડિયા ખુન કેસમાં આરોપીઓના જામીન અધિક સેસન્સ અદાલત દ્વારા મજૂર કરવામાં આવેલ છે. આ કેસની હક્કિતો એવી છે કે, તા. ૭-પ-૧૭ના રાત્રીના ૯ઃ૩૦ વાગ્યના સુમારે મરણ જનાર નંદીમ ઉર્ફે રાજા દાઉદ અજડિયા (રહે મુંદરા)વાળા ઉપર મુસ્તાક રહેમતુલ્લા કકલ, જાવેદ અબ્દુલ્લા કકલ, સોહિલ ઉર્ફે સોહેલો મોહમંદ હુસેન કકલ, સિકંદર ઉર્ફે સિકલો મહમદ કકલ, શબીર ઉર્ફે સાજલો જુસબ કકલ, અમીન અબ્દુલ કલલ (રહે બધા મુંદરા) વિરૂધ ભુજના સરફાજ મહમંદ શરીફ ટાંક તા. ૮-પ-૧૭ના ફરિયાદ આપેલ કે, આરોપીઓએ એક સંપ કરી અગાઉના ઝઘડાનો મનદુઃખ રાખી છએ આરોપીઓએ મરણજનાર નંદીમ અજડિયાને પેટના ભાગે તથા અન્ય ભાગોએ એક કરતા વધારે છરીના ઘા મારી મોત નિપજાવેલ છે. જે બાબતે આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૦ર ૩ર૩, પ૦૪, પ૦૬(ર) વિગેરેના ગુના કામે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને ત્યારબાદ તમામ આરોપીઓ સામે તપાસ કરનાર અમલદાર દ્વારા ચાર્જસીટ કરવામાં આવેલ. આરોપીઓ મુસ્તાક રહેમતુલ્લા કકલ, જાવેદ અબ્દુલ્લા કકલ, સિકંદર ઉર્ફે સિકલો મહંમદ કકલ, શબીર ઉર્ફે સાજલો જુસબ કકલ, અમીન અબ્દુલ કકલવાળાઓએ નામદાર સેસન્સ અદાલત સમક્ષ જામીન અરજી દાખલ કરેલ જે જામીન અરજી કરતા અધિક સેસન્સ અદાલત ભુજ દ્વારા શરતોને આધીન જામીન ઉપર મુકત કરેલ. આ કામે બચાવ પક્ષે આરોપીઓ તરફે ભુજના  આર.એસ. ગઢવી હાજર રહ્યા હતા.