મુંદરાના ગુંદાલામાં જૂથ અથડામણઃ બંદૂકના ભડાકે ઉડાવી દેવાની ધમકી

બાઈક ચલાવવા મુદ્દે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી બે જૂથો આમને સામને આવી જતા મામલો બિચક્યો : બન્ને પક્ષે છથી વધુ ઘવાયા, રપ શખ્સો સામે નોંધાઈ સામ-સામી રાયોટીંગ : એક જૂથના શખ્સે પોતાની લાયસન્સ વાળી બંદુક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર

 

મુંદરા : તાલુકાના ગુંદાલા ગામે બે જૂથો વચ્ચે નજીવી બાબતે મામલો બિચકતા બન્ને પક્ષના ટોળે ટોળા આમને સામને આવી ગયા હતા. એક જૂથના શખ્સે બંદુકના ભડાકે ઉડાવી દેવાની ધમકી આપી હતી. તો પ્રાણઘાતક હથિયારોથી સામ સામે પ્રહારો કરાતા બન્ને પક્ષે છથી વધુ વ્યક્તિઓ ઘવાતા સામ સામે બન્ને જુથના રપથી વધુ વ્યક્તિઓ સામે રાયોટીંગ તથા એટ્રોસીટી સહિતનો ગુનો નોંધાયો હતો. નાનકડા ગામે જૂથ અથડામણના બનાવથી ગ્રામજનોમાં ભયનું લખ લખું પ્રસરી જવા પામ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ શીવજીભાઈ પેથાભાઈ સોંધરા (ઉ.વ.૪૬) (રહે. ગુંદાલા, તા.મુંદરા)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, મારામારીનો બનાવ ગત રાત્રીના દસ થી સાડા દસ વાગ્યાના અરસામાં ગુંદાલા ગામે જુના બસ સ્ટેશન પાસે બનવા પામ્યો હતો. ગુંદાલા ગામે રહેતા જયેશ જખુભાઈ આહિર, લાલજી રામજી આહિર, શૈલેષ લખુ આહિર, રાજેશ મેરામણ આહિર, ભાવેશ જખુ આહિર, મયુર શંભુ આહિર, દિનેશ અરજણ આહિર, બાબુ અરજણ આહિર, શંભુ નારાણ આહિર, બીજલ લખુ આહિર, સામજી દેવરાજ આહિર, દિનેશ વાલજી આહિર, અરજણ તેજા આહિર, ભાવેશ જખુ આહિર, દિપક નશા આહિર તથા અન્ય ૬૦ થી ૭૦ લોકોના ટોળાએ ગેરકાયદે મંડળી રચી લાકડીઓ, છરી, પાઈપો, ધોકા જેવા પ્રાણઘાતક હથિયારો ધારણ કરી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા બે – ત્રણ દિવસ પહેલા મોટર સાયકલ ચલાવવા બાબતે થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી તેઓ તથા સાહેદોને જાતિ અપમાનીત થાય તેવા શબ્દો બોલી ગાળો આપી હથિયારો વડે પ્રહારો કરી નાની – મોટી ઈજાઓ કરી તેમજ ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી સરસામાનને તોડફોડ કરી તેમજ તેઓ તથા સાહેદોની મોટર સાયકલોમાં તોડફોડ કરી આરોપી જયેશે પોતાની પાસેની લાયસન્સ વાળી બંદૂક તેઓને બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા મુંદરા મરીન પોલીસે આઈપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩ર૩, ૩ર૪, પ૦૪, પ૦૬ (ર), ૪પર, ૪ર૭, જીપીએકટ કલમ ૧૩પ તેમજ એટ્રોસીટી એકટ કલમ ૩, ૧ (આર) (એસ), ૩, ર (પ) (એ) તથા આર્મ્સ એકટ કલમ ૩૦ મુજબ ગુનો નોધી આરોપીઓને ઝડપી પાડવા માટે એસ.સી. એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષક જે. એન. પંચાલે તપાસ હાથ ધરેલ છે. તો પ્રતિ ફરિયાદમાં બાબુભાઈ અરજણભાઈ મરંડ (આહિર) (ઉ.વ.૩૩) (રહે. ગુંદાલા, તા.મુંદરા)એ બે ત્રણ દિવસ પહેલા બાઈક ચલાવવા બાબતે થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી શીવજી પેથા સોંધરા, કલ્પેશ સોંધરા, રાજેશ સોંધરા, સંજય માલશી સોંધરા, ડાયાલાલ માતંગ, મગન આતુ ફફલ, દિનેશ માલશી સોંધરા, હરેશ માલશી સોંધરા, કરણ રામજી ફફલ, રામજી આતુ ફફલ (રહે. તમામ ગુંદાલા)એ લાકડીઓ, ધારીયા, પાઈપો, છરી જેવા હથિયારો વડે તેઓ તથા સાહેદોને માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આરોપીઓ સામે આઈપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩ર૩, ૩ર૪, પ૦૪, પ૦૬ (ર), જીપીએકટ કલમ ૧૩પ મુજબ ગુનો નોંધી પીએસઆઈ ડી. એમ. ઝાલાએ તપાસ હાથ ધરેલાનું પીએસઓ વીરચંદભાઈ પટ્ટણીએ જણાવ્યું હતું.