ભુજ : તાલુકાના મીરજાપર ગામે આવેલ એટીસી કંપનીના ટાવર નીચે વીડિયોકોન ટેલીકોમ કંપનીનો વધારાનો અંદાજે ૧૦૦ મીટર કેબલ ઉતારીને રાખ્યો હતો, જેની તસ્કરો ચોરી કરી ગયા હતા. ૮૦ હજારનો કેબલ ચોરાઈ જતા કૈવાનભાઈ હરેન્દ્રભાઈ શાહે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે સવારના સમય ચોરીનો આ બનાવ બન્યો હતો.