મીની લોકડાઉન છતાં લોન મોરેટોરિયમ નહીં : રિઝર્વ બેન્ક

(જી.એન.એસ) ન્યુ દિલ્હી, શમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ને પગલે અનેક રાજ્યોમાં રાત્રિના કર્ફ્યું તેમજ મીની લોકડાઉન જેવા પગલાં લેવામાં આવ્યા છે અને અન્ય રાજ્યો પણ હવે આવા પગલાંની જાહેરાત કરી રહ્યા છે ત્યારે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાન્ત દાસ એ હવે ફરીવાર લોન મોરેટોરિયમ ની શક્યતા નકારી કાઢી છે.
તેમણે કહ્યું છે કે કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ને અટકાવવા માટે અનેક રાજ્યોમાં ભલે મીની લોકડાઉન જેવી હાલત છે તેમ છતાં પરિસ્થિતિ પહેલા જેવી ભયંકર નથી માટે આવા કોઈ પગલાની હવે જરૂરિયાત રહેતી નથી.
એમણે કહ્યું છે કે દેશમાં તમામ નાના મોટા બિઝનેસમેનો એ અને વેપારીઓએ પરિસ્થિતિ નો મુકાબલો કરવા માટે શ્રેષ્ઠ પ્રકારની તૈયારી કરી છે અને લોન મોરેટોરિયમ ની એમને કોઈ જરૂરિયાત દેખાતી નથી અમારા અભ્યાસ મુજબ પણ હાલના સમયમાં પહેલા જેવી ભયંકર પરિસ્થિતિ દેખાતી નથી.દેશમાં જ્યારે કોરોનાવાયરસ મહામારી ને રોકવા માટે લાંબુ લોકડાઉન વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉદભવેલી ભારે વિષમ પરિસ્થિતિનો પ્રતિકાર કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા અરજદારોને લોન ના હપ્તા ભરવા માટે લાંબી મહોલત અપ્નાવવામાં આવી હતી.શક્તિકાંત દાસે એમ કહ્યું છે કે ત્યારના સમયની જરૂરિયાત હતી અને લાંબા સમય સુધી દેશ બંધ પડી ગયો હતો ત્યારે આમ જનતા પાસે અથવા તો વેપારીઓ પાસે આવકના સ્ત્રોત બંધ પડી ગયા હતા અને એટલા માટે લોન ના હપ્તા ભરી શકાય એમ ન હતા અને સંકટ કાળ ને ધ્યાનમાં રાખીને સુવિધા આપવામાં આવી હતી પરંતુ બીજી લહેર માં પહેલા જેવી ગંભીર સ્થિતિ દેખાતી નથી.