મીઠીરોહર પાસેની કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ હાથવેતમાં

ગાંધીધામ : તાલુકાના મીઠીરોહર ગામની સીમમાં આવેલ કંપનીની દિવાલ તોડી કોઈ ચોર શખ્સો ૭ર હજારના સાધનો ચોરી જવાના કિસ્સામાં પોલીસે અમુક શખ્સોને રાઉન્ડઅપ કરી લેતા ટુંક સમયમાં ભેદ ઉકેલાઈ જવાની શકયતાઓ સેવાઈ રહી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પટેલ વુડ નામની કંપનીમાં ગત તા.૯-૭-૧૮ના બપોરના ૧થી સાંજના ૬ દરમ્યાન ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. ફોરવ્હીલ વાહનથી કંપનીની દિવાલ તોડી અંદર ઘૂસીને કંપનીમાં લાગેલ લોખંડની મશીનરી જેમાં જુના બેન્સાના ૬ પૈડા, લોકપુલર સેટ, એક ટેબલ ટોપ આખુ, એક તૂટેલું ટેબલ ટોપ, ચાર સ્ટેન્ડ એમ ૭ર હજારની ચોરી કરી ગયા હતા. ચોરી અંગે કંપનીના એચઆર મેનેજર બનીતકુમાર બનારસીલાલ દવેની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. ચોરીમાં સંડોવાયેલા અમુક શખ્સોને પીઆઈ બી.એસ. સુથારના માર્ગદર્શન હેઠળ ડીસ્ટાફે રાઉન્ડઅપ કરી લીધા અને ભેદ ઉકેલાઈ જવાની દિશા તરફ તપાસનું પગેરૂ દબાવાયું હોવાનું જાણવા મળેલ છે.