મીઠીરોહર અને જાટાવાડા ગામે પત્તા રમી નસીબ અજમાવતા ૮ ખેલી ઝડપાયા

ગાંધીધામ : તાલુકાના મીઠીરોહર અને રાપરના જાટાવાડા ગામે પત્તા રમી નસીબ અજમાવતા ૮ ખેલીઓને પોલીસે ઝડપી લીધા હતા. મળતી માહિતી પ્રમાણે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે મીઠીરોહરમાં અગ્રવાલ બેન્સાની બાજુમાં આવેલ જાહેર જગ્યામાં જુગાર રમતા ચાર ખેલીઓને ઝડપી લીધા હતા. અહીંની મહા લક્ષ્મી અગ્રવાલ ટીમ્બરમાં કામ કરતા ઈસ્લામ કલામ મુસ્લિમ, મુઝિબલ મુખ્તારહક, નુરાબીદન અસ્મુતઅલી, આજબહાર આઝીરહક અને રઝાકઅલી કલામ મુસ્લિમ નામના યુવકો તીનપત્તિનો જુગાર રમતા હતા. ખેલી પાસેથી ૧૧૦ર૦ની રોકડ કબજે કરવામાં આવી હતી. તો બાલાસાર પોલીસે રાપર તાલુકાના જાટાવાડા ગામની સીમમાં આવેલ સગતામાતાવાળી નદીના પટમાં પીલુડીના ઝાડ નીચે જુગાર રમતા ખેલીઓને દબોચી લીધા હતા. ઝાડ નીચે તીનપત્તિનો જુગાર રમતા ખેલીઓ પ્રવીણભાઈ કાનજીભાઈ કોલી, નગાભાઈ ધીગાભાઈ કોલી અને નાનજીભાઈ સોમાભાઈ કોલી રૂા.૩૬૦૦ની રોકડ સાથે ઝડપાઈ ગયા હતા.