મીઠીરોહરમાં ૧૧.૮૦ લાખના શંકાસ્પદ સાબુનો જથ્થો ઝડપાયો

બે ટ્રકોમાં ડિટર્જન્ટ પાવડર તથા સાબુનો જથ્થો મળી આવતા ચાલકો આધાર પુરાવા રજુ ન કરતા પોલીસે બન્નેના ચાલકોને ૩૧.૮૦ લાખના જથ્થા સાથે કરી ધરપકડ

ગાંધીધામ : તાલુકાના મીઠીરોહર નજીક બાવળોની ઝાડીમાંથી પોલીસે શંકાસ્પદ ડિટર્જન્ટ તથા સાબુનો જથ્થો ભરેલ બે ટ્રકોને પકડી પાડી હતી. ૧૧,૮૦,૭૮રના શંકાસ્પદ જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગતરાત્રીના સાડા અગિયાર વાગ્યે ગાંધીધામ બી ડિવીઝન પોલીસ મથકના ઈન્સ્પેકટર આર.એલ. રાઠોડ તથા પીએસઆઈ એલ.એલ. ચાવડા સાથે સ્ટાફના કિશનભાઈ વાઢેર, લાખાભાઈ ધાંધર વિગેરે નાઈટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકિકત મળતા મોડવર ઓવરબ્રીજ નીચેથી મીઠીરોહર જતા માર્ગે મીઠીરોહર પાસે આવેલ શક્તિ ગોડાઉન નજીક બાવળની ઝાડી ટ્રક નંબર જીજે. ૧૪. ટી. ૪ર૪૪ને પકડી પાડી હતી. ટ્રકના ચાલક પાડી હતી. ટ્રકના ચાલક લાધુરામ હરીરામ બિષ્નોઈ (ઉ.વ.૪ર) (રહે. આગોર તા.ચોટન જિલ્લો. બાડમેર રાજસ્થાન)વાળાના કબજાની ટ્રકની તલાસી લેતા લાઈફબોય લેમનફેસ સાબુના બોકસ નંગ ૧૦ સાબુ નંગ ૧૪૪૦ કિં.રૂા.૧૪,૪૦૦/-, લાઈફ બોય ટોટલ ટેન સોપના બોકસ નંગ.૪૦ કુલ્લ નંગ પ૭૬૦ કિં.રૂા.પ૭,૬૦૦/- સહિત જથ્થો મળી આવ્યો હતો. જ્યારે ટ્રક નંબર જીજે. ૧૮. એવી. ૬પ૬૦ની તપાસ કરતા તેના ચાલક જગરામ ખુમા રામજી બિષ્નોઈ (ઉ.વ.૬ર) (રહે. સત્યમ કાંટાની બાજુમાં સમા પાકિંગ પાસે મીઠીરોહર મુળ રોહીલા પશ્ચિમ તા.સેડવા જિલ્લો. બાડમેર રાજસ્થાન) ટ્રકમાંથી વ્હીલ એલએમએન પાઉડરનો બોરી નંગ ૧૯ મળી આવેલ જે જથ્થો અંગે બન્ને ડ્રાયવરો પાસે આધાર પુરાવા માગતા નહી હોવાનું તેમજ ચોરી કે છળકપટથી મેળવેલાનું જણાતા ૧૧,૮૦,૭૮રનો જથ્થો તથા ર૦ લાખની ટ્રકો મળી ૩૧,૮૦,૭૮રનો મુદ્દામાલ સીઆરપીસી કલમ ૧૦ર હેઠળ કબજે લઈ બન્ને શખ્સોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે અને વધુ તપાસ હેડ કોન્સટેબલ રામદેવસિંહ ઝાલાએ હાથ ધરેલ છે.